Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

સુખ સાગર સોસાયટીમાં તુલશી બેરડીયાના મકાનમાં દરોડો : જુગાર રમતા છ પકડાયા

બી ડીવીઝન પોલીસનો દરોડો : મકાન માલીક તુલશી, ધવલ ઉર્ફે હિતેશ, ચીરાગ, ભાવનાબેન, લક્ષ્મીબેન અને એકતાબેનની ધરપકડ : જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરાઇ

રાજકોટ,તા. ૨૦ : ભગવતીપરામાં આવેલી સુખસાગર સોસાયટીમાં મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ સુખસાગર સોસાયટી શેરી નં. ૫માં એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. કેતનભાઇ નીકોલા તથા ડી.એચ.જાડેજાને બાતમી મળતા પીઆઇ એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.એમ.જાડેજા, હેડ કોન્સ. કેતનભાઇ નીકોલા, ડી.એચ.જાડેજા કોન્સ. સત્યજીતસિંહ, મયુરસિંહ હાર્દિકભાઇ તથા કોન્સ. જાનકીબેન અને સુનીતાબેન સહિતે સુખસાગર સોસાયટી શેરી નં.૫માં રહેતા તુલશી મોહનભાઇ બેરડીયાના મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાનમાં લીક તુલશી બેરડીયા તથા શેરી નં.૪ના ધવલ ઉર્ફે હિતેશ રમેશભાઇ સાનીયા, જામનગર રોડ સાંઢીયા પુલ સામે સામ કવાર્ટર નં. ૫૬ના ચિરાગ ભનુભાઇ ગોહેલ, સુખસાગર સોસાયટી શેરી નં. ૫ના ભાવનાબેન તુલશી બેરડીયા, લક્ષ્મીબેન મનોજભાઇ વાળા, શેરી નં. ૧ના એકતાબેન પ્રભુભાઇ વાળાને પકડી લઇ રૂ. ૯૧૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. પોલીસે તમામ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

(3:14 pm IST)