Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

યુનિવર્સિટી રોડ પોસ્ટ ઓફીસ પાસેથી દારૂની ૧૦ બોટલ સાથે અક્ષય પકડાયો

વિદેશી દારૂના ગુનામાં ૪ માસથી ફરાર ધીરૂ ઉર્ફે ધીરૂબાડો અને ચંદ્રકાંત ઉર્ફે લાલો પકડાયા

રાજકોટ તા. ર૦: શહેરના યુનિવર્સિટી રોડ પર પોસ્ટ ઓફીીસ પાસેથી યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે દારૂની ૧ર બોટલ સાથે વિપ્ર શખ્સને પકડી લીધો હતો.

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી જે. એસ. ગેડમની સૂચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર. એસ. ઠાકર, પીએસઆઇ એમ. વી. રબારી, હેડ કોન્સ. રાજેશભાઇ મીયાત્રા, હરપાલસિંહ, મહેન્દ્રસિંહ, જેન્તીગીરી, પુષ્પરાજસિંહ, અજયભાઇ અને મુકેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હરપાલસિંહ, પુષ્પરાજઃસિંહ અને મુકેશભાઇને મળેલી બાતમીના આધારે યુનિવર્સિટી રોડ પોસ્ટ ઓફીસ પાસે દરોડો પાડી દારૂની ૧ર બોટલ સાથે અક્ષય રવીભાઇ પીલામર (ઉ.વ. રર) (રહે. રૂડા-ર ની સામે સદ્દગુરૂનગર શેરી નં. ૪) ને પકડી લીધો હતો. અક્ષય અગાઉ બે વર્ષ પહેલા હથીયાર સાથે તથા બોડેલી પોલીસ મથકમાં ચોરી અને ઉના પોલીસ મથકમાં દારૂના ગુનામાં પકડાઇ ચૂકયો છે.

દારૂના ગુનામાં ફરાર બે શખ્સો પકડાયા

તાલુકા પોલીસ મથકના પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ હર્ષદસિંહ, વિજયગીરી, પ્રદિપસિંહ, અરજણભાઇ, ભગીરથસિંહ, હર્ષરાજસિંહ, મનિષભાઇ, છત્રપાલસિંહ અને રૂપેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે તાલુકા પોલીસ મથકમાં પકડાયેલ વિદેશી દારૂના ગુનામાં ચાર માસથી ફરાર ધીરૂ ઉર્ફે ધીરૂ બાડો ઇશ્વરભાઇ સંઘાણી (ઉ.વ. ૪૧) (રહે. કોઠારિયા સોલવન્ટ બજરંગ સોસાયટી-૩) અને ચંદ્રકાંત ઉર્ફે લાલો મનસુખભાઇ કાનાબાર (ઉ.વ. ર૦) (રહે. કોઠારિયા સોલવન્ટ બજરંગ સોસાયટી-૩) ને બજરંગ સોસાયટીમાંથી પકડી લીધા હતા.

ફ્રુટના કેરેટમાં દેશી દારૂ સાથે મંગલ પકડાયો

એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ સી. જી. જોષી, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, બી. વી. ગોહીલ, ડી. બી. ખેર, હારૂનભાઇ, વિરેન્દ્રસિંહ, મૌલીકભાઇ, જગદીશભાઇ, નરેશભાઇ અને મેરૂભા સહિતે પેટ્રોલીંગ દરમ્યાન રાણાભાઇ મોરીને મળેલી બાતમીના આધારે ભુતખાના ચોક પાસેથી રેકડીમાં ફ્રુટના કેરેટમાં રૂ. ૧ર૦૦ના ૬૦ લીટર દેશી દારૂ સાથે મંગળ રાયધનભાઇ સોલંકી (ઉ.ર૦) (રહે. કુબલીયાપરા) ને પકડી લીધો હતો.

(3:53 pm IST)