Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

વોર્ડ નં. ૧૩માં કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમઃ મહાત્મા ગાંધી પુસ્તકાલય ખુલ્લુ મુકાયુ

રાજકોટઃ. વોર્ડ નં. ૧૩ના કોંગ્રેસ કોર્પોરેટર વિસ્તારવાસીઓ દ્વારા ગુરૂપ્રસાદ ચોક વિસ્તારમાં આવેલ સીવીક સેન્ટર ખાતે લાયબ્રેરીનું લોકાર્પણ કરી આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યા હતા. લાયબ્રેરીનું નામકરણ મહાત્મા ગાંધી પુસ્તકાલય કરવામાં આવ્યુ હતું. આ અંગે કોંગી કોર્પોરેટર જાગૃતિબેને આક્ષેપ કર્યો હતો કે આ જગ્યા લાયબ્રેરી માટે ૨૦૦૬માં ફાળવી દેવાય હોવા છતા લાયબ્રેરી ન બનાવ્યાનો આક્ષેપ, ત્રણ વખત રજૂઆત છતા પણ તંત્રની ઘોર ઉપેક્ષા, ૫ કરોડની લાયબ્રેરીનું લોકાર્પણ થઈ શકે તો આ લાયબ્રેરીનું કેમ નહીં ? જો તંત્ર દ્વારા સુવિધા ઉભી નહી કરવામાં આવે તો સ્વખર્ચે પુસ્તકોની સુવિધા ઉપલબ્ધ કરવાનું પણ જણાવ્યુ હતુ. આ કાર્યક્રમમાં રવજીભાઈ ખીમસુરીયા, કનકસિંહ જાડેજા, ગોપાલ અનડકટ, રણજીત મુંધવા, રાજેશ આમરણીયા, ભાર્ગવ પઢીયાર, હરેશ ડોડીયા, કમલેશ કોઠીવાર, સુલતાન ધાડા, વિજય જાડેજા, દિનેશ ગોંડલીયા વિગેરે અને લતાવાસી ઉપસ્થિત રહ્યા હતા.

(3:58 pm IST)