Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

નર્મદાનું પાણી ગુજરાતનો હકક છે, મધ્યપ્રદેશ સરકાર પાણીના નામે રાજકીય ખેલ બંધ કરે : રૂપાણીના 'પાણીદાર' પ્રહારો

ગુજરાત કયારેય મધ્યપ્રદેશને નડતુ નથી : ૪૦ વર્ષથી ચારેય રાજય વચ્ચે સહકારનું વાતાવરણ છે

મુખ્યમંત્રી  શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે બપોરે વી.વી.પી. કોલેજ ખાતે પત્રકાર પરીષદ સંબોધેલ તે પ્રસંગની તસ્વીરમાં ભાજપના અગ્રણીઓ રાજુ ધ્રુવ, કમલેશ મીરાણી, ઉદય કાનગડ, ભાનુબેન બાબરીયા, કલેકટર રાહુલ ગુપ્તા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુ. કમિશનર બંછાનીધી પાની વિગેરે ઉપસ્થિત છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ર૦: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ નર્મદાના પાણીના મુદ્દે મધ્યપ્રદેશ સરકારના મુખ્યમંત્રી અને મંત્રી રાજકારણ ખેલી રહયાનો આક્ષેપ કરી આકરી ચેતવણી આપી છે. નર્મદાનું પાણી નિયમ મુજબ ગુજરાતનો હક્ક હોવાનું જણાવી તેમણે ૪૦ વર્ષથી ચારેય રાજયો વચ્ચે પાણીના મુદ્દે જળવાયેલ સહકારનું વાતાવરણ ન ડહોળવા અનુરોધ કર્યો છે.

મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ રાજકોટમાં પત્રકારોને જણાવેલ કે નર્મદા યોજના અંગેનું મધ્યપ્રદેશના મંત્રી હનીસિંઘ બધેલનું નિવેદન કમનશીબ અને રાજકીય છે. પાણીની વહેચણી ટ્રીબ્યુનલ દ્વારા ૧૯૭૯ના ચુકાદાથી કરવામાં આવી છે. ગુજરાતના હિસ્સાનું ભાગનું પાણી છોડવાનું મધ્યપ્રદેશ માટે બંધનકર્તા છે. તેઓ પોતાના રાજયમાં વિજ ઉત્પાદન કરવા અને પાણી છોડવા સ્વતંત્ર છે. ગુજરાત તેમાં માથુ મારતું નથી.સરદાર સરોવરના કેનાલ હેડ પાવર હાઉસમાં રપ૦ મેગાવોટનું વિજ ઉત્પાદન ચાલુ છે તેના પ૭ ટકા હિસ્સો આજેય મધ્યપ્રદેશને મળી રહયો છે. છેલ્લા બે ચોમાસા નબળા જવાથી દરવાજા બંધ કરવા છતા આપણે જળાશયને પુર્ણ ક્ષમતા સુધી ભરી શકયા નથી. પાણી વેડફવાના બદલે સંગ્રહ કરવું જરૂરી છે. ક્રોંકીટ ગ્રેવીટી ડેમને પુરો ભરીને દરવાજાનું ટેસ્ટીંગ જરૂરી છે. ગુજરાતે પોતાની રીતે એકપક્ષીય નિર્ણય લીધો નથી. એનસીએને દરખાસ્ત કરીને ભાગીદાર રાજયોની સંયુકત બેઠકમાં નિર્ણય કરાયો છે.

શ્રી રૂપાણીએ જણાવેલ કે ગુજરાત મધ્યપ્રદેશના હિતની વિરૂધ્ધ નિર્ણય કરતું વાત પાયા વિહોણી છે. ગુજરાત ઉપર રાજકીય આક્ષેપ કરીને કોંગી સતાધીશો ૪૦ વર્ષથી જળવાઇ રહેલું સહકારનું વાતાવરણ ડહોળવા પ્રયાસ કરે છે. ર૦૧૭ થી અત્યાર સુધીના તમામ સ્તરે વિસ્થાપીતોના પુનઃવર્સનની કામગીરી કરી છે. આ અંગેની અગત્યની બેઠકમાં મધ્યપ્રદેશ સરકારના કોઇ સિનીયર અધિકારી હાજર રહેલ નહી. એનસીએની નિષ્પક્ષતા સામે તેઓ રાજકીય રીતે કાદવ ઉછાળી રહયા છે. ટ્રીબ્યુનલનો ચુકાદો ર૦ર૪ સુધી કોઇ ફેરફારને પાત્ર નથી. મધ્યપ્રદેશની ધમકીને ગુજરાત વશ થશે નહી. મધ્યપ્રદેશના વલણ અંગે ગુજરાતની કોંગ્રેસે પણ જવાબ આપવો જોઇએ.

(3:42 pm IST)
  • શીલા દિક્ષીતજીના અવસાનથી દુઃખ અનુભવું છું : દિલ્હીના વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન હતું : દિલ્હીના પૂર્વ ચીફ મિનિસ્ટર શીલા દીક્ષિતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શ્રદ્ધાંજલિ : પરિવારજનોને આશ્વાસન પાઠવ્યું access_time 8:38 pm IST

  • મુકેશ અંબાણીએ સતત ૧૧ વર્ષથી પગાર વધારો નથી લીધોઃ વર્ષે રૂ. ૧પ કરોડનો પગાર લ્યે છેઃ ર૦૦૮-૦૯ માં તેમનો પગાર અને ભથ્થા રૂ. ૧પ કરોડ નકકી થયા હતા access_time 3:24 pm IST

  • સરદાર સરોવર- નર્મદા ડેમને ૬.૫ નો મહા ભૂકંપ આવે અને કેન્દ્રબિંદુ ૧૨ કિમિ રેડીઅસમાં હોય ત્યાં સુધી કોઈ વાંધો આવે તેમ નથી: એસએસએનએલએલની સ્પષ્ટતા access_time 8:56 pm IST