Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

રાજકોટમાં ગરીબો માટે હજુ ૧૦ હજાર મકાનોનું નિર્માણ ચાલુઃ વિજય રૂપાણી

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા  આજે વોર્ડ નં.૧૧ ભારતનગર સ્લમ રિ-ડેવલપમેન્ટ માટે પીપીપી હેઠળ ૩૧૪ આવાસો  અને ૨૦ દુકાનોનું લોકાર્પણ તથા રૂડા દ્વારા ૧૧૧૮ આવાસો, કોઠારીયા ખાતે  સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તથા રૈયાધાર ખાતે   વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા  ખાતમુહૂર્ત તેમજ પૂ. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ અંતર્ગત મહાત્મા ગાંધી મ્યુઝીયમ, સાબરમતી આશ્રમ, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન અને નિયો ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે જુદી જુદી ૨૦ શાળાઓમાં “લર્નિંગ નોનવાયોલન્સ”નો શુભારંભ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના  હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયરબિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ તે વખતની તસ્વીર આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચા રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, પૂર્વ શાસક પક્ષ નેતા રાજુભાઈ બોરીચા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, તેમજ કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓ, તથા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે,  ભારતનગરમાં ૨૦૦થી વધુ કુટુંબોને કાચી ઝુપડપટ્ટીના સ્થાને ૨ રૂમ, હોલ, કિચનની સગવડ સહિતના અદ્યતન સુવિધાયુકત ફ્લેટ મળેલ છે. આ તમામ કુટુંબો પોતાના નવા દ્યરમાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામના.  આ પ્રસંગે .મુખ્યમંત્રીનું ફૂલહારથી સ્વાગત મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તથા વોર્ડ નં.૧૧,૧૨ તથા ૧૩ના ભારતીય જનતા પક્ષના હોદેદારો દ્વારા કરવામાં આવેલ.  જયારે મહેમાનોનું પુસ્તક દ્વારા સ્વાગત હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, ડ્રેનેજ કમિટી ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા દ્વારા કરવામાં આવ્યું. જયારે આભાર દર્શન ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં, ભારતનગરમાં રૂ.૩૪.૫૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૩૧૪ આવાસ લાભાર્થીઓને વિનામુલ્યે ફાળવેલ. આ ઉપરાંત, રૂડા દ્વારા રૂ.૧૨૦ કરોડના ખર્ચે, EWS-૧-૨ ના ૧૧૧૮ આવાસોનું, કોઠારીયા રોડ ખાતે રૂ.૨૦.૭૫ કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ રૈયાધાર ખાતે રૂ.૨૯.૭૩ કરોડના ખર્ચે ૫૦ MLD સંસ્થાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ESR / GSR નું ખાતમુહૂર્ત, આમ કુલ રૂ.૨૦૫.૦૫ કરોડના ખર્ચે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવેલ.

(3:40 pm IST)
  • જિયોએ વધુ એક સીમાચિહ્ન સર કર્યું: પ્રથમ ત્રિમાસિક ગાળામાં 1,090 કરોડ જીબી ડેટાનો વપરાશ થયો: કાર્યકારી આવક 11,679 કરોડ : મહિનામાં સરેરાશ માથાદીઠ વપરાશ 11.4 જીબી અને મહિને યુઝરદીઠ સરેરાશ વોલ્ટવોઇસનો વપરાશ 821 મિનિટ: વ સબસ્ક્રાઇબરની સંખ્યામાં મોટો વધારો, મહિને સરેરાશ 11 મિલિયિન સબસ્ક્રાઇબર ઉમેરાયાં access_time 9:07 am IST

  • હવે તેઓ આઈસીસીની કોઈ ટુર્નામેન્ટમાં રમી નહિં શકે અને તેમના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે : ઓલરાઉન્ડર સોલોમન માયરે રિટાયરમેન્ટ લઈ લીધુ access_time 2:37 pm IST

  • ધોની હજુ ધમાલ મચાવવા સજજઃ ધોનીના મેનેજરે કહ્યું નિવૃત્તિનો કોઈ ઈરાદો નથીઃ સંપૂર્ણફિટ છે : અરૂણ પાંડેએ કહ્યું માહીનું ક્રિકેટમાંથી સન્યાસ લેવાનું કોઈ જ આયોજન નથી access_time 2:37 pm IST