Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

શહેરની સ્વચ્છ હોસ્પિટલો-હોટલ-સ્કુલ-સોસાયટી-માર્કેટ જાહેર કરતુ તંત્રઃ મુખ્યમંત્રીના હસ્તે પ્રમાણપત્ર

રાજકોટઃ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આગામી સ્વચ્છ સર્વેક્ષણ લીગ-૨૦૨૦ને ધ્યાને લઇને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ હોટલ,સ્વચ્છ હોસ્પીટલ, સ્વચ્છ સ્કુલ, સ્વચ્છ રેસિડન્સ વેલફેર એસોસિએશન/મોહલા તથા સ્વચ્છ માર્કેટ એસોસિએશન એમ જુદી-જુદી કેટેગરીમાં  સ્વચ્છતા રેન્કિંગનું આયોજન એપ્રિલ-૨૦૧૯ થી ડીસેમ્બર-૨૦૧૯ સુધી ત્રિમાસિક ધોરણે કરવામાં આવશે. સ્વચ્છ ભારત મિશન દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ લીગ-૨૦૨૦માં સ્વચ્છતા રેન્કિંગ માટે ૭૦ માકર્સ નક્કી કરવામાં આવેલ છે. આ સ્વચ્છતા રેન્કિંગમાં ભાગ લેનારને કેટેગરી વાઇઝ સ્વચ્છતાના જુદા જુદા પેરામીટર જેવા કે ઇન્ફ્રાસ્ટ્રકચર, સર્વિસ મેઇન્ટેનન્સ અને લોકોના ફીડબેકને આધારે પ્રથમ ત્રિમાસિક સમયગાળો  એટલે કે એપ્રિલ-૨૦૧૯ થી જુન ૨૦૧૯ માટે દરેક કેટેગરીમાં પ્રથમ,દ્વિતીય,તૃતીય નંબર આપવામાં આવેલ છે. આજે સ્વચ્છતા રેન્કિગમાં પ્રથમ ક્રમાંક મેમ્બલ વિવિધ કેટેગરીના પ્રતિનિધીઓને મુખ્યમંત્ર વિજયભાઇ રૂપાણીના હસ્તે પ્રતિત્માક રૂપે પ્રમાણી પત્ર આપવામાં આવ્યા હતા.

 સ્વચ્છ હોસ્પિટલમાં પ્રથમ સ્થાનઃ- અમૃતા હોસ્પિટલ, દ્વિતિય સ્થાનઃ- વોકહાર્ટ હોસ્પિટલ, દ્વિતિય સ્થાનઃ- ક્રાઇસ્ટ હોસ્પિટલ, તૃતિય સ્થાનઃ- સિનરજી હોસ્પિટલ તથા સ્વચ્છ હોટલમાં પ્રથમ સ્થાનઃફોરચુન પાર્ક જે.પી.એસ.ગ્રાન્ડ હોટલ, દ્વિતિય સ્થાનઃ- ફર્ન રેસીડેન્સી હોટલ, દ્વિતિય સ્થાનઃ- ધ ઇમ્પીરયલ પેલેસ હોટલ, તૃતિય સ્થાનઃ- પેટ્રીય સ્યુટસ હોટલ તેમજ સ્વચ્છ સ્કુલમાં પ્રથમ સ્થાનઃ- રાજકુમાર કોલેજ (આર.કે.સી.)સ્કુલ, દ્વિતિય સ્થાનઃ- નિર્મળા કોન્વેન્ટ સ્કુલ, તૃતિય સ્થાનઃ- એસ.એન.કણસાગરા સ્કુલ, સ્વચ્છ રેસિડન્સ વેલફેર એસોસિએશન/મોહલામાં પ્રથમ સ્થાનઃ- નીલ્સ ગ્રીન એવેન્યુ ઓનર્સ એસોસીએશન, દ્વિતિય સ્થાનઃ શ્યામલ સ્કાય લાઇફ ઓનર્સ એસોસીએશન, દ્વિતિય સ્થાનઃ- વસંત વાટીકા ફલેટ ઓનર્સ એસોસીએશન, તૃતિય સ્થાનઃ- કસ્તુરી રેસીડન્સી ઓનર્સ એસોસીએશન, તેમજ સ્વચ્છ માર્કેટ એસોસિએશનમાં પ્રથમ સ્થાનઃ- બજરંગવાડી માર્કેટ એસોસિએશન, દ્વિતિય સ્થાનઃ- જંકશન પ્લોટ માર્કેટ એસોસિએશન, તૃતિય સ્થાનઃ- સાંગણવા ચોક માર્કેટ એસોસિએશનનો સમાવેશ થાય છે.

(3:39 pm IST)