Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

હીરાણી કોલેજમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી : વિદ્યાર્થીઓ દ્વારા ગાયન વાદનની અદ્દભુત પ્રસ્તુતી

અર્જુનલાલ હીરાણી કોલેજ ઓફ જર્નાલીઝમ એન્ડ પરફોર્મીંગ આર્ટસ ખાતે ગુરૂપૂર્ણિમાની ભાવસભર ઉજવણી કરાઇ હતી. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અને સૌ.યુનિ.ના સેનેટર ડો. વિવેક હીરાનીએ  પ્રાસંગીક વકતવય આપી ગુરૂની મહત્તા સમજાવી હતી. સૌ.યુનિ.ની પરફોર્મીંગ આર્ટસ ફેકલ્ટીના ડીન અને કોલેજના ઇન્ચાર્જ ડો. ભારતીબેન રાઠોડે ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થી ભાઇ બહેનોને આશીર્વચનો આપ્યા હતા. કોલેજની કથક વિભાગની વિદ્યાર્થીનીઓએ અહીં રાગ યમન પર સરસ્વતી વંદના નૃત્ય રજુ કરેલ. ગાયન વિભાગના વિદ્યાર્થીઓએ રાગ મેઘ આધારીત ગુરૂવંદના રજુ કરી હતી. તબલા વિભાગના વિદ્યાર્થી ભગીરથદાન સુરૂએ અલગ અલગ તાલમાં તબલાવાદન રજુ કરેલ. ગાયન વિભાગના વિદ્યાર્થીઓએ ભજન રજુ કરેલ. કુ. તર્જની હિરાણી, કુ. વર્ણા સેવકે ભગવતીકુમાર શર્માની રચના રજુ કરી સૌને ભાવમય બનાવી દીધા હતા. ગાયન વિભાગમાં સાગર સોલંકી, હેમાંશુ કોલી, મિત જોષીએ વેસ્ટર્ન ગુરૂ વંદના રજુ કરી હતી. તબલા વિભાગના આર્યન ઉપાધ્યાય, વાસુદેવ દુધરેજીયા, તુષાર સરધારાએ વિવિધ બંદિશો સાથે તબલાવાદન કરેલ. કોલેજના પત્રકારત્વ ભવનના અધ્યક્ષ ડો. કાન્તિ ઠેસિયાએ દીપપ્રાગટય કર્યુ હતુ. સ્વાગત પ્રવચન ડો. કુમાર પંડયાએ અને અંતમાં આભારવિધિ ગાયન વિભાગના ડો. જય સેવકે કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પારૂલબેન પંડીતે કરેલ.

(3:38 pm IST)