Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

તપસ્વી સ્કુલમાં રોપા વિતરણ

જેતપુર નિવાસી અને રાજકોટને કર્મભૂમિ બનાવનાર અમીષ દેસાઇએ યુનિ.રોડ પર શરૂ કરેલ તપસ્વી સ્કુલ છોડમાં વિશાળ વટવૃક્ષ બની ચુકી છે. ત્યારે શાળાના પ્રિન્સીપાલ, મેનેજીંગ ટ્રસ્ટી અમીષભાઇ દેસાઇના જન્મ દિવસ ગો ગ્રીન ગુજરાત સુત્રને ધ્યાને લઇ શાળાના વિદ્યાર્થીઓને ૧૪૦૦ જેટલા વૃક્ષોના રોપાનું વિતરણ કરાયુ હતુ. આમ નવતર રીતે પર્યાવરણલક્ષી જન્મ દિવસની ઉજવણી કરાઇ હતી. અમીષભાઇ (મો.૯૮૨૫૬ ૨૮૧૮૦) ના ૪૪ માં જન્મ દિવસ નિમિતે જીવનસંગીની શીતલબેન, પુત્રી કાવ્યા અને ત્રિશા, મોટાભાઇ પરેશભાઇ, ભાભી શ્રુતિબેન, મોટાભાઇ નિલેશભાઇ, ભાભી સીમાબેન, રોટરી કલબ, જૈનમ ગ્રુપ, જૈન સોશ્યલ ગ્રુપ તરફથી શુભેચ્છાઓ મળી હતી.

(3:38 pm IST)