Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

'જીવન જશ્ન છે' વિશે આચાર્ય વ્રજલાલ (વી.વી. વાજા) વિચારો વ્યકત કરશે

આત્મ સ્વરૂપની ઓળખ જીવનની મોટી સિધ્ધીઃ કાલે વ્યાખ્યાન

રાજકોટ તા. ર૦ :.. વેદ વિચાર આશ્રમ રાજકોટના અંતર્ગત આચાર્યશ્રી વૃજલાલ (વી. વી. વાજા, પૂર્વ એડીશ્નલ કલેકટર), વ્યકિતને અતર્મુખ બનાવી અદ્રૈતના આચરણ દ્વારા તેનામાં સરળતા, નિર્દોષતા, સાદગી અને નિષ્યાપતા (સનિસાનિ) વગેરે સદ્રુણો આત્મસાત કરાવી, વ્યકિતને પોતાની ચેતનામાં વિશ્રામ કરવા સક્ષમ બનાવવાનું કામ કરે છે. જેનાથી વ્યકિતની બહારની દુનિયાની આપાધાપીમાની તેની ભાવનાત્મક સંડોવણી દૂર થાય છે અને વ્યકિત 'જીંદગી જશ્ન છે' તેની અનુભૂતિ કરી શકે છે.

'મંદિર' -૩૬-બી પારસ સોસાયટી નિર્મલા સ્કુલ સામે, રાજકોટ ખાતે હર રવિવારે સવારે ૧૦-૩૦ થી ૧૧-૩૦ ગીતા પર અને હર શુક્રવારે સાંજે પ.૩૦ થી ૬.૩૦ નિર્વાણ ઉપનિષદ પર તેમજ હર રવિવારે સાંજે ૬.૦૦ થી ૭.૦૦ પ્રણવાનંદ સંસ્કૃત ભવન, રેસકોર્સ રાજકોટ ખાતે નિર્વાણ ઉપનિષદ પર આચાર્યશ્રી વૃજલાલના પ્રવચનો થાય છે.

સાધક દ્વારા આત્મ સ્વરૂપની ઓળખ થાય, એ જીવનની મોટામાં મોટી સિધ્ધી છે. જેના માટે પરમાત્મા ખુદ પણ આતુર હોય છે. પરમાત્માની આ આતુરતા ખતમ કરવાના એક માત્ર ઉદેશ્યથી આચાર્ય શ્રી વૃજલાલ ની 'જીવન જશ્ ન' એ વિષય પરની જાહેર ચિંતનિકા, પારસ કોમ્યુનિટી હોલ, નિર્મલા સ્કુલ સામે, રાજકોટ ખાતે કાલે તા. ર૧ રવિવારે સવારે ક. ૧૦.૩૦ વાગ્યે રાખવામાં આવેલ છે. જેમાં સમયસર પહોંચી સામેલ થવા સૌને આત્મીય આમંત્રણ પાઠવવામાં આવેલ છે. વધુ માહિતી માટે  જે. ડી. બગડાઇ (મો. ૯૪ર૮ર ૩રર૩પ) અથવા જે.પી. રૂપારેલ (મો. ૯૮રપ૦ ૮૮૪૩૭) ઉપર સંપર્ક સાધી શકાય છે.

(3:36 pm IST)