Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

વિદ્યાનગર રોડ લેબોરેટરીમાંથી મોબાઇલ અને પાકિટ સહિત ૧પ હજારની ચોરી

રાજકોટ તા.ર૦ : વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી લેબોરેટરીના રીસેપ્સન ટેબલ પર પડેલા બે મોબાઇલ કોઇ ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ભાવનગર રોડ પર આજીડેમ ચોકડી પાસે ભીમરાવનગર શેરી નં. ૧માં રહેતો અને વિદ્યાનગર મેઇન રોડ ઉપર યુનિપથ સ્પેશ્યાલીટી લેબોરેટરીમાં બ્લડ કલેકશન બોય તરીકે નોકરી કરતો પ્રકાશ પ્રવિણભાઇ સોલંકી (ઉ.ર૧) એ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે ગત તા.૧૪/૭ ના રોજ પોતે લેબોરેટરીમાં હતો ત્યારે પોતાનું કામ પુરૂ કરી લેબોરેટરીના રીસેપ્શનના ટેબલ પાસે નીચે પથારી કરીને સુતો  હતો ત્યારે રીસેપ્શન ટેબલ ઉપર પડેલો રૂ. ર૦૦ ની કિંમતનો મોબાઇલ ફોન અને પોતાનો રૂ.૧પ૦૦૦ની કિંમતનો ફોન તથા પાકીટ કોઇ અજાણ્યો શખ્સ લેબોરેટરીમાં પ્રવેશ કરી બંને મોબાઇલ ચોરી ગયો હતો પ્રકાશ સવારે ઉઠયો ત્યારે બંને મોબાઇલ ફોન જોવા ઉઠયો ત્યારે બંને મોબાઇલ ફોન જોવા ન મળતા આસપાસ તપાસ કરતા મળી ન આવતા કોઇ શખ્સ ચોરી ગયો હોવાની ખબર પડી હતી. આ બાબતે પોતે એ ડીવઝિન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે એક શખ્સને સકંજામાં લઇ પુછપરછ હાથ ધરી છે.

(3:33 pm IST)
  • ઉત્તર કેરળમાં સવાર સુધીમાં ૨૪ કલાક દરમિયાન ૪ થી ૧૨ ઇંચ જેવો અતિ ભારે વરસાદ પડ્યો છે :જ્યારે દક્ષિણ કેરળમાં હળવો પડ્યો છે :કોટ્ટાયમમાં ૪ ઇંચ અને કુડુલુમાં ૧૨ ઇંચ પડી ગયો access_time 9:14 pm IST

  • ધોની હજુ ધમાલ મચાવવા સજજઃ ધોનીના મેનેજરે કહ્યું નિવૃત્તિનો કોઈ ઈરાદો નથીઃ સંપૂર્ણફિટ છે : અરૂણ પાંડેએ કહ્યું માહીનું ક્રિકેટમાંથી સન્યાસ લેવાનું કોઈ જ આયોજન નથી access_time 2:37 pm IST

  • બેંગલુરુમાં મટનના નામે વેચાઈ છે કૂતરાઓનું માંસ !!:બેંગ્લુરુમાં શ્વાનના માંસ અંગે કહેવાય છે કે કુતરાઓને કસાઇખાનામાં કપાવાઈને હોટલો અને મટનની દુકાનોમાં વેચાઈ રહ્યું છે: વાસ્તવમાં બેંગ્લુરમાંરેજિડેન્ટ વેલ્ફેર એસો,એ તામિલનાડુની એક એજન્સીને કુતરાઓને હટાવવા કોન્ટ્રાકટ આપ્યો છે :દાવો કરાયો છે કે આ કુતરાઓને કાપીને માંસ વેચાઈ છે access_time 1:26 am IST