Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

સિસ્ટર નિવેદીતા શૈક્ષણિક સંકુલમાં પ્રતિભા સન્માન - સ્કોલરશીપ વિતરણ

સિસ્ટર નિવેદીતા સ્કુલના વાર્ષિક પરીક્ષામાં શ્રેષ્ઠ ગુણાંક અને શ્રેષ્ઠ ગ્રેડીંગ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન અને એસ.એસ.સી. પરીક્ષામાં વધુમાં વધુ ગુણ મેળવનાર દિવ્યાંગ વિદ્યાર્થીને સ્કોલરશીપ અર્પણનો કાર્યક્રમ તાજેતરમાં જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં અને આજકાલ દૈનિકના ગ્રુપ એડીટર કાનાભાઇ બાંટવાના અતિથિ વિશેષપદે યોજાયો હતો. બાળકોને પર્યાવરણનું જતન કરવા શીખ અપાઇ હતી. કાર્યક્રમ દરમિયાન સ્કુલની દિવ્યાંગ બાળા રાધિકા હરેશભાઇ ધામેચાને મહેમાનોના હસ્તે શિલ્ડ અને રૂ.૧૦૦૦ નો પુરસ્કાર એનાયત કરાયો હતો. જયારે શાળાના ૧૭૫ જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સિધ્ધી બદલ શિલ્ડ અને રોકડ પુરસ્કારથી સન્માનીત કરાયા હતા. સમારોહમાં બળવંતભાઇ દેસાઇ, સંસ્થાપકો શ્રીમતી ઉષાબેન જાની, ગુલાબભાઇ જાની તેમજ ૫૦૦ થી વધુ વાલીઓએ ઉપસ્થિત રહી સન્માનીત વિદ્યાર્થી ભાઇ બહેનોને પ્રોત્સાહીત કર્યા હતા.

(2:33 pm IST)