Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ચેકરિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા કોર્ટનો હુકમ

રાજકોટ તા.૨૦: ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ફરીયાદીને વળતર પેટે ચેકની રકમ મુજબ વળતર ચુકવવા અદાલતે હુકમ કર્યો હતો. અને આરોપી દ્વારા જો વળતર ચુકવવામાં કસુર કરે તો વધુ છ માસની સાદી કેદની સજા પણ કોર્ટે હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે આ કામના ફરીયાદી ધરમનગર બ્લોક નં.૨૭ કવાર્ટર નં.૮૦૦ રાજ બેંકવાળી શેરી, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ,ગાંધીગ્રામ ખાતે રહેતા મુકેશભાઇ અરવિંદભાઇ બારૈયાએ દેશળનગર-૧, જ્ઞાન જીવન સોસાયટી સામે, ૧૫૦ ફુટરીંગ રોડ, પર રહેતા આરોપી ઉષાંત દલસુખભાઇ ગોસાઇ વિરૂધ્ધ કોર્ટમાં ચેક રીટર્ન થયા અંગેની ફરીયાદ નોંધાવેલ હતી.

એડવોકેટ અમીત એન.જનાણીએ દલીલમા જણાવેલ કે ફરીયાદીએ પોતાની હકીકતોને સમર્થન જાહેર કરેલ છે તેમજ કાયદા મુજબ ચેક આરોપીએ આપેલ હોય, તેની સહી હોય, બાકી લેણા ન હોય, તેમજ છ માસની અંદરનો હોવો જોઇએ, તેમજ આરોપીને નોટીસ બજી ગયા પછી ફરીયાદ સમય મર્યાદામાં દાખલ કરેલ છે. તેમજ આરોપી તરફે એવો બચાવ નથી કે અમોએ રકમ ચુકવવાની બાકી નથી કે ચેક પરત થયેલ નથી. તેમજ ફરીયાદ પક્ષ પોતાના પુરાવામાં ચેક રીટન મેમો તેમજ નોટીસ રજુ કરેલ છે જેથી આરોપીને કાયદા મુજબ સજા કરવા દલીલો કરેલ. ઉપરોકત દલીલોન ધ્યાને લઇ નામદાર કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરેલ તેમજ ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૩૫૭ (૩)અન્વયે ફરીયાદીને ચેક મુજબની પુરી રકમ રૂ.૧,૬૪,૦૦૦ દિન ૬૦મા ચુકવી આપવા હુકમ કરેલ જો આરોપી તે ચુકવવામાં કસુર કરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં ફરીયાદી મુકેશ અરવિંદભાઇ બારૈયા વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અમીત એન.જનાણી, કિશન વાલવા, વિજય જોશી, ઇકબાલ થૈયમ રોકાયેલા હતા.

(2:33 pm IST)