Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં આરએસએસના પ્રકરણ ઉમેરવાની માંગ ભાજપના સિન્‍ડીકેટ સભ્‍ય ડો. નેહલ શુક્‍લએ પાછી ખેંચી

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇતિહાસના અભ્યાસક્રમમાં RSSનો પાઠ ઉમેરવાની માગ મુદ્દે રાજકારણ ગરમાયું છે. ભારતના વિકાસમાં RSSના યોગદાનનું પ્રકરણ ઇતિહાસ વિષયમાં ઉમેરવાની માગ ભાજપના સિન્ડિકેટ સભ્ય ડો. નેહલ શુક્લએ કરી હતી. જો કે મુદ્દે વિવાદ થતાં તેમણે પોતાનો પત્ર પાછો ખેંચી લીધો છે. એટલું નહીં, આવું કોઈ ચેપ્ટર ઉમેરવા કુલપતિ અને ઉપકુલપતિને ભલામણ પણ કરી નાંખી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપના સિન્ડિકેટ સભ્ય ડોક્ટર નેહલ શુક્લએ સૌરાષ્ટ્ર યુનીવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિને પત્ર લખી ઈતિહાસ વિષયમાં RSSનું ભારતના વિકાસમાં યોગદાન ચેપ્ટરનો ઉમેરો કરવા માંગણી કરી હતી. તેમણે પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે આઝાદી પછી સતત કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનું શાસન કેન્દ્રમાં હોવાથી ઈરાદાપૂર્વક માત્ર ગાંધી પરિવારને રાખી મહાનાયકોના યોગદાનને પુસ્તકોમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

જો કે સિન્ડીકેટ સભ્યે લખેલા પત્રથી વિવાદ સર્જાતા તેમને પોતાનો નિર્ણય પરત ખેંચી ચેપ્ટર ઈતિહાસ વિષયમાં મુકવા ભલામણ કરી છે.

(5:21 pm IST)
  • બનાસકાંઠામાં ફરી તીડનું આક્રમણ : ફળદુ સ્થળ પર જવા રવાના થયાઃ ૧૫ દિ'માં બીજી વખત તીડ ત્રાટકયાઃ પાકિસ્તાન સરહદેથી તીડના ટોળા આવી રહ્યા છેઃ પાકિસ્તાનનો હાથઃ ગુજરાતને ત્રસ્ત કરી રહ્યાનો દાવોઃ ૧ તીડ ૧૦ હજાર ઈંડા આપે છેઃ રણ વિસ્તારમાં મોટું નુકશાન સર્જાવાનો ભય access_time 1:09 pm IST

  • સોનભદ્ર હત્યાકાંડના પીડિતો સાથેની મુલાકાત બાદ પ્રિયંકાએ 26 કલાકના ધરણાં પુરા કર્યા : મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાની આર્થિક મદદનો વિશ્વાસ અપાવ્યો access_time 7:50 pm IST

  • સોનભદ્ર જવા પ્રિયંકા મક્કમ :જમીન લેવા કર્યો ઇન્કાર :કહ્યું જેલમાં જઈશ ;સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળવા જતા પ્રિયંકા ગાંધીના કફલને અટકાવ્યો :નારાયણપુરા પોલીસ સ્ટેશન પાસે પ્રિયંકાના કાફલાને રોક્યો access_time 1:29 am IST