Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

રાજકોટના તમામ રીર્ટનીંગ ઓફિસરો ગાંધીનગરમાં ચૂંટણી પંચના અધિકારી સાથે મહત્વની મીટીંગ

કુલ ૬૬ મતદાન મથકો વધવાની દરખાસ્ત પણ કરાશેઃ ચૂંટણીમાં વીવીપેટ ફરજીયાત

રાજકોટ તા.૨૦: લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે, મતદાન મથકો મતદારો દીઠ ફાઇનલ થાય અને ચૂંટણી પંચે ગામડામાં ૧૩૦૦ મતદારો દીઠ એક મતદાન મથક અને સિટી વિસ્તારમાં ૧૪૦૦ મતદારો દીઠ એક મતદાન મથકનો ક્રાઇટ એરીયા ફાઇનલ કરતા રાજકોટ શહેર જિલ્લામાં હવે ૬૬ મતદાન મથકો વધી રહયાં છે, પહેલા ૯૦ની દરખાસ્ત થઇ હતી તે પરત આવતા, કાપકુપ કરી ૬૬ની કરી નખાઇ છે, આ ફાઇનલ દરખાસ્ત લઇ રાજકોટની ૮ વિધાનસભા બેઠકના તમામ રીર્ટનીંગ ઓફીસરો-મતદાર અધિકારીઓ ગાંધીનગર દોડી ગયા છે, જયાં ચૂંટણી પંચના એક અધિકારી સાથે મહત્વની મીટીંગ યોજાઇ છે. હાલ ૨૧૫૮ મતદાન મથકો છે, તે વધીને ૨૨૨૪ આસપાસ થશે.

આ પહેલા જિલ્લા કલેકટરે આ બાબતે રાજકીય પક્ષો સાથે મીટીંગ કરી હતી જેમાં સુધારા-વધારા આવતા, તે સુધારા કરી હવે બધુ ફાઇનલ કરી લેવાયું છે.

આ વખતે પણ ચૂંટણીમાં વીવીપેટ ફરજીયાત ગણી લેવાયો છે, એક મતદાર દીઠ ૭ સેકન્ડ મતદાન સમયે વધુ લાગશે, આ ઉપરાંત ખર્ચાનું ભારણ પણ વધશે તેમ સૂત્રો ઉમેરી રહયાં છે.

દરમિયાન રાજકોટ જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની ખાલી પડેલ જગ્યા ઉપર સુરતથી ડે. કલેકટર શ્રી ધાધલની નિમણૂંક થતા તેઓ આજે ચાર્જ સંભાળનાર હોવાનું ચૂંટણી શાખાએ ઉમેર્યુ હતું. (૧.૨૦)

(4:01 pm IST)