Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ઢેબર રોડ પર શાળા-કોલેજ આસપાસ આરોગ્ય શાખાના દરોડા : તમાકુ-સીગારેટ, બીડીનો નાશ

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ઢેબર રોડ વિસ્તારમાં શાળા-કોલેજ આસપાસ પાન-તમાકુના ૧૬ ધંધાર્થીને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ચેકીંગના દરમ્યાન ૧૧ વેપારીઓને ત્યાંથી  COTPA હેઠળ તમાકુ-૧૬ પેકેટ, સીગારેટ-ર૮ પેકેટનો નાશ કરી ૧ર૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. આ કામગીરી આરોગ્ય અધિકારી ડો. પી.પી. રાઠોડ, ડેઝીગ્નેટેડ  ઓફીસર અમિત પંચાતની સુચના મુજબ કે.જે. સરવૈયા, એચ.જી. મોલીયા, આર.આર. પરમાર સહિતના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.(૮.૧૯) 

(3:55 pm IST)