Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

સ્થા. જૈન મોટા સંઘમાં રવિવારે સામુહિક ચાતુર્માસ પ્રવેશ

પ્રથમવાર સંઘાણી સંપ્રદાયના ૨૩ મહાસતીજીઓનો : સવારે ૬ વાગ્યે શોભાયાત્રા, ત્યાર બાદ પ્રવેશ-ઉદ્બોધન અને નવકારશી યોજાશે

રાજકોટ, તા. ૨૦ :. શ્રી સ્થા. જૈન મોટા સંઘ વિરાણી પૌષધ શાળાના પ્રચુર પુન્યોદયે સંઘાણી સંપ્રદાયના શાસનદીપક ગુરૂદેવશ્રી નરેન્દ્રમુનિજી મહારાજ સાહેબના આજ્ઞાનુંવર્તી ચારિત્ર જયેષ્ઠા પ્રવર્તિજી 'મા સ્વામી બા.બ્ર.પૂ. જય વિજયાજી મહાસતીજીના સુશિષ્યાઓ ૨૩ મહાસતીજીઓનો ચાતુર્માસ મંગલ પ્રવેશ તા. ૨૨ને રવિવાર સવારે ૭.૩૦ કલાકે રાખેલ છે. ૨૩ ઠાણાઓનો ચાતુર્માસ સ્વાગતોત્સવના અવસરે આ ખુશીમાં સહુને આત્મીય આમંત્રણ પાઠવાયુ છે.

સામુહીક ચાતુર્માસમાં કવિ રત્ના બા.બ્ર.પૂ. કિરણબાઈ મહાસતીજી, આગમ સંનિષ્ઠ બા.બ્ર.પૂ. સાધનાબાઈ મહાસતીજી, સેવાભાવી બા.બ્ર.પૂ. ચંદ્રીકાજીબાઈ મહાસતીજી, બા.બ્ર.પૂ. રાજુલજી મહાસતીજી, બા.બ્ર.પૂ. ભારતીજી મહાસતીજી, બા.બ્ર.પૂ. મીરાજી મહાસતીજી, બા.બ્ર.પૂ. ખ્યાતીજી મહાસતીજી, બા.બ્ર.પૂ. ચંદનાજી મહાસતીજી, બા.બ્ર.પૂ. જાગૃતિજી મહાસતીજી, બા.બ્ર.પૂ. ભાવનાજી મહાસતીજી, બા.બ્ર.પૂ. સ્વાતીજી મહાસતીજી, બા.બ્ર.પૂ. જયશ્રીજી મહાસતીજી, બા.બ્ર.પૂ. મીનાજી મહાસતીજી, બા.બ્ર.પૂ. અરૂણાજી મહાસતીજી, બા.બ્ર.પૂ. ચાંદનીજી મહાસતીજી, બા.બ્ર.પૂ. હર્ષાજી મહાસતીજી, બા.બ્ર.પૂ. સોનલજી મહાસતીજી, બા.બ્ર.પૂ. આરતીજી મહાસતીજી, બા.બ્ર.પૂ. હીનાજી મહાસતીજી, બા.બ્ર.પૂ. વર્ષાજી મહાસતીજી, બા.બ્ર.પૂ. હંસાજી મહાસતીજી, બા.બ્ર.પૂ. નંદાજી મહાસતીજી, બા.બ્ર.પૂ. લબ્ધિજી મહાસતીજી મંગળ પ્રવેશ કરશે.

આ પ્રસંગે રાજકોટ બીરાજીત પૂ. જશ ઉત્તમ પ્રાણ પરિવાર તેમજ અજરામર તથા શ્રમણ સંઘના વિશાળ સંત સતીજીઓના દર્શન વાણીનો લાભ મળશે. ભવ્યાતિભવ્ય સ્વાગત શોભાયાત્રા તા. ૨૨ને રવિવારે સવારે ૬ કલાકે ૧૦-દિવાનપરા ઉપાશ્રયથી પૂ. સતીવૃંદ સાથે શરૂ થશે. જે ૧૦-દિવાનપરા ઉપાશ્રયથી દિગ્વીજય રોડ, ૧૩-પ્રહલાદ પ્લોટ, ગુંદાવાડી હોસ્પીટલ, પેલેસ રોડ થઈ શ્રી સ્થા. જૈન મોટા સંઘ-વિરાણી પૌષધ શાળાના પ્રાંગણે વિરામ પામશે. સ્વાગત યાત્રામાં સામીલ થનાર સહુ ભાવિકોને સફેદ વસ્ત્ર સાથે મુહપતિ બાંધવી ફરજીયાત છે.

સવારે ૭.૩૦ કલાકે પ્રવેશ પ્રસંગરૂપ પૂ. શ્રીઓનું ઉદબોધન - મંડળના બહેનોનું સ્વાગત ગીત નાની બાલિકાઓના નૃત્ય સાથે રજુ કરાશે. ૮.૩૦ કલાકે નવકારશી યોજાશે. જેનો લાભ બીનાબેન અજયભાઈ શેઠે લીધેલ છે.

પ્રવેશ પ્રસંગે ઉપસ્થિત રહેવા ઈશ્વરભાઈ કે. દોશી-પ્રમુખ, શશીકાંત આર. વોરા-ઉપપ્રમુખ, કૌશિકભાઈ કે. વિરાણી-મંત્રી, સતીષભાઈ એચ. બાટવીયા-ખજાનચી, હિતેષભાઈ એમ. બાટવીયા-મંત્રી તથા ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો રજનીભાઈ જી. બાવીસી, નગીનદાસ એફ. દેસાઈ, દિનેશભાઈ સી. દોશી, સતીષકુમાર એસ. મહેતા, વિમલ એસ. પારેખ અને હિતેષભાઈ એસ. દોશી, જગદીશભાઈ સી. કોઠારી, હિતેષભાઈ એન. મણીયાર, હિતેષભાઈ એ. મહેતા, રાજુભાઈ સી. શેઠ વગેરેએ હાર્દિક નિમંત્રણ પાઠવ્યુ છે. (૨-૨૮)

(3:53 pm IST)