Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

જીવદયાપ્રેમીઓનું નાગપુરમાં સંમેલન

 જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના બળવતર બને અને જીવ માત્રને જીવાડવા કરૂણા ભાવ જાગે તેવા આશયથી દેશભરમાં આવેલ પાંજરાપોળ, ગૌશાળાના ટ્રસ્ટી, પ્રતિનિધિઓના સંમેલનોનો દોર સમસ્ત મહાજન મુ઼બઇ દ્વારા ચાલી રહ્યો છે. તે અંતર્ગત ગુજરાત, રાજસ્થાન બાદ તાતજેરમાં મહારાષ્ટ્રના નાગપુર ખાતે એક જીવદયા સંમેલન મળ્યુ હતુ. રાજયની ૨૫૦ થી વધુ ગૌશાળા, પાંજરાપોળોના ૬૦૦ જેટલા સંચાલકો ઉપસ્થિત રહેલ. સમસ્ત મહાજન દ્વારા મહારાષ્ટ્રની ગૌશાળાઓ-પાંજરાપોળો માટે ૧ કરોડ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરવામાં આવી હતી. સંમેલનના અધ્યક્ષસ્થાને મહારાષ્ટ્રના યુવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ એનિમલ વેલફેર બોર્ડના અધ્યક્ષ એસ.પી.ગુપ્તા, સંયોજક તરીકે ગીરીશભાઇ શાહ, મહારાષ્ટ્ર ગૌશાળા મહાસંઘના અધ્યક્ષ ગીરીશ બાપટ, મહારાષ્ટ્ર પશુપાલન ખાતાના મંત્રી મહાદેવ ઝનકાર, એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય સુનિલ માનસીંઘકા, સંજય મહારાજ, વિવેક બીડવાઇ, વિજય શર્મા, સુનિલ સુર્યવંશી, સુભાષ જૈન, ડો. કાંતિલાલ ઉમપ, રમાકાંત ભોપલે, દિવાકરરાવ ઘોપટે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમ મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯) ની યાદીમાં જણાવાયુ છે.

(3:53 pm IST)