Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

પક્ષી અભ્યારણ જેવા સ્થાનમાં સિમેન્ટનું જંગલ સર્જવા 'ખેલ'

રાજકોટ : મવડી વિસ્તારમાં આવેલું રળિયામણું રૂરલ પોલિસ હેડ કવાર્ટર કે જે અંબિકા ટાઉનશીપ પાસે છે. આપ પણ ખૂબ જ પ્રકૃતિપ્રેમી છો તો આપને પણ ખબર જ હશે કે ત્યાં ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરની પુષ્કળ વસતિ છે તથા જ્યાં બીજા ઘણાં જુદી જુદી પ્રજાતિઓના પક્ષીઓ પણ વસે છે. આવા આ પક્ષી અભ્યારણ્ય જેવા પ્રદેશને વ્યવસ્થિત રીતે સિમેન્ટના જંગલોમાં ફેરવવાની પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે. કારણ છેલ્લા પાંચેક વરસથી જૂના મકાનોની ભરતી, ઇમલો તથા કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં નાખી દેતા પણ ૧૦ થી ૧૫ હજાર ટ્રેકટર - ટ્રેલર ઠાલવી દેવામાં ચોક્કસ આવ્યા હશે. આ બધુ થવા પાછળનું કારણ બહુ મોટા પ્રદેશમાં ફેલાયેલી તેની ઘણા એકરના હિસાબે બેશ કિંમતી જમીન હોઇ શકે છે. પ્રકૃતિના પ્રેમીઓ આવી પ્રવૃત્તિથી દુઃખી થયા છે. આવા લોકેશન પર વન વિકસાવીને પક્ષી અભ્યારણ સર્જવું જોઇએ તેવી લાગણી પ્રવર્તે છે. રાજકોટમાં સિમેન્ટના જંગલ ઓછા નથી, આવા સ્થાનોએ સિમેન્ટ શોભે નહિ - વૃક્ષોની વનરાજી સર્જાવી જોઇએ.

 

કિલક - કહાની તસ્વીર - અહેવાલ અશોક બગથરીયા

(3:34 pm IST)