Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

વરસાદથી રસ્તાઓને કેટલુ નુકશાન ? સીટી ઇજનેરો દ્વારા સર્વેઃ રોડ કોન્ટ્રાકટરો દંડાશે

મ્યુ. કમિશનર બંછાનીધિ પાની દ્વારા આદેશો

રાજકોટ તા. ર૦ :.. છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં બે થી ત્રણ વખત ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે કેટલાક રસ્તાઓ ઉપર ગાબડાઓ પડી ગયાની ફરીયાદો મ્યુ. કમિશનર બંછાનીધી પાનીને મળતા તેઓએ  રસ્તાઓમાં નુકશાનીનાં સર્વેનાં આદેશો આપ્યા છે.

આ અંગે મ્યુ. કમિશનર શ્રી પાનીનાં જણાવ્યા મુજબ શહેરમાં ડામર રોડ તુટી ગયાની ફરીયાદો મળી રહી છે. ત્યારે તમામ સીટી ઇજનેરોને શહેરનાં કયાં કયા રસ્તાઓ પર કેટલુ નુકશાન થયું છે.

તેનો સર્વે કરવા જણાવી દેવાયું છે.

શ્રી પાનીએ એમ પણ જણાવ્યું હતું કે જે જે રસ્તાઓ ગેરેન્ટીમાં લેવાયા છે. તે રસ્તાઓ તુટી ગયા હશે તો તે બાબતે રોડ બનાવનાર કોન્ટ્રાકટરને પેનલ્ટી પણ ફટકારવામાં આવશે.

(3:28 pm IST)