Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ટ્રાન્સપોર્ટરોએ લીલા શાકભાજીની છુટ આપીઃ બટેટા-ડુંગળી-લસણની નહીઃ ડીસાથી બટેટા ન ઉપાડવા આદેશ

આજ બપોર બાદ હાઇવે ઉપર ટ્રાન્સપોર્ટરો દ્વારા ખટારા સામે કડક ચેકીંગની સુચના હડતાલ લંબાશે તો બટેટાની અછત સર્જાવાનો ભયઃ સરકારે તાબડતોબ તમામ વિગતો માંગી

રાજકોટ, તા., ર૦: આજથી ટ્રાન્સપોર્ટ હડતાલ શરૂ થઇ છે. હડતાલમાં દુધ-શાકભાજી-પશુ માટેનો ઘાસચારો-પેટ્રોલીયમ પદાર્થોને મુકિત આપી છે.

પરંતુ ટ્રાન્સપોર્ટરોએ ધડાકો કર્યો છે કે લીલા શાકભાજીની છુટ આપી છે. બટેટા બગડીનો જાય, એ કંદમૂળ છે અને લીલા શાકભાજીમાં નથી આવતા એટલે બટેટાનું વહન નહી કરી શકાય. આવી રીતે ડુંગળી-લસણ પણ લીલા શાકભાજીમાં નથી આવતા એટલે તેના વહન ઉપર પણ પ્રતિબંધ મુકયો છે. આજે આગેવાનોએ ડીસાથી બટેટા ન ઉપાડવા અને હાઇવે ઉપર બટેટા-ડંુગળી ભરેલી ગાડી ન ચલાવવા સુચના-ચેતવણી આપી હતી.

દરમિયાન આજ બપોર બાદ ટ્રાન્સપોર્ટરો-આગેવાનો કડક હાથે કામ લેશે. હાઇવે ઉપર ચેકીંગ માટે ટીમો ઉતારી એક પણ ટ્રકને આગળ વધતો અટકાવી દેવાશે.

બીજી બાજુ હડતાલ લંબાશે તો બટેટાની અછત સર્જાવાનો ભય ઉભો થયો હોય રાજય સરકારે તાબડતોબ તમામ જીલ્લા પાસે બટેટા-ડુંગળીનો કેટલો સ્ટોક મંગાવ્યો છે અને રોજેરોજ રીપોર્ટ કરવા પણ આદેશ કર્યો છે.

(3:27 pm IST)