Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ટ્રાન્સપોર્ટરોના કંટ્રોલરૂમ ધમધમ્યાઃ પોસ્ટર ઝુંબેશ

રાજકોટઃ. ટ્રાન્સપોર્ટ હડતાલ અન્વયે આજે રાજકોટમાં ટ્રાન્સપોર્ટરો દ્વારા પોસ્ટર ઝુંબેશ પણ કરાઈ છે. ઠેર-ઠેર પોસ્ટર લગાડી લોકોને હડતાલ શા કારણે પાડવામાં આવી તે અંગે માહિતગાર કરાઈ રહ્યા છે, તો સાથોસાથ કંટ્રોલરૂમ પણ શરૂ કરી દેવાયા છે. તસ્વીરમાં ૪-ભકિતનગર ખાતે રાજકોટ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસો.નો કંટ્રોલરૂમ અને તેના હોદેદારો ચેરમેન હસુભાઈ ભગદે, મીહીરભાઈ તથા અન્યો નજરે પડે છે. નીચેની તસ્વીરમાં ભકિતનગર ખાતે ટ્રક ઉભા રાખી દેવાયા તે જણાય છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:22 pm IST)