Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

સોમનાથ સોસાયટીનો અજય પિત્રોડા વિદેશી દારૂની પાંચ બોટલ સાથે પકડાયો

રાજકોટ તા. ૨૦: યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાંથી લુહાર શખ્સને ડીસીબીના હેડકોન્સ. મયુરભાઇ પટેલે રૂ. ૨૫૦૦ના પાંચ બોટલ દારૂ સાથે પકડી લીધો છે.

એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ હેડકોન્સ. મયુરભાઇ પટેલ સહિતનો સ્ટાફ પંચાયત ચોકમાં મોડી રાત્રે પેટ્રોલીંગમાં હતો ત્યારે એક શખ્સ શંકાસ્પદ થેલી સાથે મળતાં તલાશી લેતાં રૂ. ૨૫૦૦નો પાંચ બોટલ દારૂ મળતાં તેની ધરપકડ કરી હતી. પુછતાછમાં પોતાનું નામ અજય કેશુભાઇ પિત્રોડા (લુહાર) (ઉ.૨૮-રહે. સોમનાથ સોસાયટી-૩/૭, રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ) જણાવ્યું હતું. તેની વિશેષ પુછતાછ થઇ રહી છે. અગાઉ ગાંધીગ્રામ પોલીસે આ શખ્સને વાહન ચોરીના ગુનામાં પકડ્યો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

(12:48 pm IST)