Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

રવિવારે રાજકોટમાં કુંવરજીભાઈને ફૂલડે વધાવાશે : સ્વાગત સન્માન સમારોહ

અખિલ ભારતીય કોળી સમાજનો કાર્યક્રમ

રાજકોટ, તા. ૨૦ : શ્રી અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ અને રાજયના કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા મંત્રી બન્યા બાદ સૌપ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે. તેઓને અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા ફુલડે વધાવાશે.

૨૨મીના રવિવારે બપોેરે ૩ વાગ્યાથી મોહનભાઈ સરવૈયા હોલ (૮૦ ફૂટ રોડ, ફિલ્ડ માર્શલની બાજુમાં) ખાતે કંુવરજીભાઈના ભવ્ય સ્વાગત સન્માનનું આયોજન કરવામાં આવેલ છે.

આ સન્માન સમારોહમાં અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રમુખ શ્રી ચંદ્રવદનભાઈ પીઢાવાલા ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં શહેર અને જિલ્લાના આગેવાનો, ગ્રામ્ય વિસ્તારના સરપંચશ્રીઓ, કોર્પોરેટરો, જિલ્લા - તાલુકાના હોદ્દેદારો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવશે. સમસ્ત કોળી સમાજના ભાઈ - બહેનોને હાજર રહેવા નિમંત્રણ અપાયુ છે.

તસ્વીરમાં કોળી સમાજના આગેવાનો સર્વેશ્રી રમેશભાઈ પરમાર (મો.૯૯૭૮૬ ૩૭૫૦૫), મનસુખભાઈ જાદવ, મહેશભાઈ રાજપરા (મો.૯૯૧૩૬ ૨૯૭૫૩), બી.ડી. તલસાણીયા, નિખિલભાઈ ભંડેણીયા, હિતેષભાઈ સરવૈયા, દિપ્તીબેન સોલંકી, જયદીપ સોલંકી, સવજીભાઈ સોરાણી, ગોપાલભાઈ કાલીયા, ભીખુભાઈ ડાભી અને ચંદ્રિકાબેન વરાણીયા નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(12:47 pm IST)