Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ગોંડલ રોડ પર એસ.ટી. બસની ઠોકરે અજાણ્યા યુવાનનું મોત

જુના યાર્ડ પાસેથી બેભાન મળેલા અજાણ્યા પ્રોૈઢનું મોતઃ આજીડેમ પોલીસને વાલીવારસની તલાશ

રાજકોટ તા. ૨૦: ગોંડલ રોડ પર શિવ હોટેલન જીક મોડી રાત્રે પગપાળા જઇ રહેલા અજાણ્યા આશરે ૩૫ થી ૩૮ વર્ષનો યુવાન એસટી બસની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલાળા અને રાજદિપસિંહે આજીડેમ પોલીસને જાણ કરતાં હેડકોન્સ. ભીખુભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રથમ તસ્વીરમાં દેખાતા આ મૃતકના કોઇ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો.

બીજા બનાવમાં જુના માર્કેટ યાર્ડ નજીક સાગરનગર ટ્રાન્સપોર્ટનગર પાસેથી અજાણ્યા આશરે ૫૦ વર્ષના પ્રોૈઢ બેભાન મળતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. આજીડેમના પીએસઆઇ આર. વી. કડછા, પંકજભાઇ દિક્ષીત સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. બીજી તસ્વીરમાં દેખાતાં મૃતકના કોઇ સગા સંબંધી હોય તો પોલીસનો ફોન-૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (૧૪.૬)

(11:45 am IST)