Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ખાનગી ટ્રાવેલ્સો આજે હડતાલમાં જોડાતા એસટી તંત્રે રાજકોટ સહિત રાજ્યભરમાં એકસ્ટ્રા બસો મુકી

સરકારે પણ સૂચના આપીઃ જોઈએ તેટલી બસો એકસ્ટ્રા દોડાવોઃ મુસાફરોને સાચવોઃ અમદાવાદ, પોરબંદર, જામનગર, ભાવનગર, વડોદરા, સુરત એકસ્ટ્રા બસો દોડાવાશે

રાજકોટ, તા. ૨૦ :. ટ્રાન્સપોર્ટ હડતાલમાં આજે રાજકોટ સહિત રાજ્યભરના ખાનગી ટ્રાવેલ્સો પણ જોડાય હોય ટ્રાવેલ્સના ધંધાર્થીઓ સૂમસામ બેઠા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ગુજરાત કે અન્ય શહેરો માટે ઉપડતી ૧૫૦૦થી ૨ હજાર બસો આજે ઉપડી ન હતી, જેના પરિણામે સવારથી એસટી તરફ ટ્રાફીક વધી જતા રાજકોટ એસટી ડિવીઝને રાજકોટથી અમદાવાદ, પોરબંદર, જામનગર, ભાવનગર, વડોદરા, સુરત તરફ એકસ્ટ્રા બસો ડીમાન્ડ પ્રમાણે મુકી દીધી છે.

ગઈકાલે સરકારમાંથી પણ તમામ ડિવીઝનોને આદેશ આવી ગયો છે કે, જોઈએ તેટલી બસો એકસ્ટ્રા બસો મુકો પણ મુસાફરોને સાચવો, મુસાફરોને કોઈ તકલીફ ન પડવી જોઈએ. રાજકોટ એસટીના ડિવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવાએ પોતે શાસ્ત્રી મેદાન બસ સ્ટેશને દોડી જઈ એકસ્ટ્રા બસો અંગે સૂચના આપી હતી. તેમણે શાસ્ત્રી મેદાનનો ગારો, કાદવ, કીચડ સાફ કરાવી મોરમ પાથરી મુસાફરોને ચાલવા માટે ખાસ રસ્તકો બનાવડાવ્યો હતો.(૨-૭)

(11:45 am IST)