Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

અદ્દભૂત લવસ્ટોરી ધરાવતુ મુંબઇનું ગુજરાતી નાટક

'આજ જાને કી ઝીદ ના કરો' : ર૭ જુલાઇ શુક્રવારે રાજકોટના સરગમ સંચાલિત હેમુ ગઢવી હોલમાં અચૂક પરિવાર સાથે માણજોઃ હેમુ ગઢવી હોલમાં લોકલ ટ્રેનના ડબ્બા ઉભા કરાશે : ગજબનાક : સંયોજનઃ ર૧ જુલાઇના સવારથી હેમુ ગઢવી હોલ ઉપર ટિકીટ મળી શકશેઃ ટિકીટ-વિગતો માટે ૬૩પ૪૯ ૯પ૦૦૧ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છેઃ વેલકમ જિંદગી અને ૧૦ર નોટ આઉટ જેવી કૃતિઓના સફળ સર્જક સૌમ્ય જોશીનું લાજવાબ મૌલિક સર્જન : અમિતાભ-ઋષિ કપૂર અભિનીત ૧૦ર નોટઆઉટનું સ્ક્રિપ્ટ રાઇટીંગ કરનાર સૌમ્ય જોશી છવાઇ જાય છે

રાજકોટ તા. ૨૦ : રાજકોટમાં નાટકના સફળ પ્રયોગ સમયાંતરે થાય છે. વ્યવસાયિક ધોરણે પણ અહીં મુંબઇના નાટકો આવે અને ભજવાય છે. શનિવારે તા. ર૭ મી જુલાઇએ હેમુ ગઢવી હોલ ખાતે, રાજકોટની રંગભૂમિ માટે, નાટયરસિકો માટે એક અનોખો અને અપૂર્વ પ્રયોગ થવા જઇ રહ્યો છે. ૧૦ર નોટઆઉટ ફિલ્મ જેમના નાટક પરથી બની, જેમણે એમાં સ્ક્રિપ્ટ લખી એ જાણીતા - નિવડેલા ગુજરાતી નાટય લેખક સૌમ્ય જોશીનું આલેખિત-દિગ્દર્શિત નાટક 'આજ જાનેકી જીદ ના કરો' રાજકોટમાં ભજવાશે.

શું હશે આ નાટકમાં ? જોધપુરના કલાકારો દ્વારા ખાસ અંદાજમાં ગવાયેલા ટાઇટલ ટ્રેક સાથે પડદો ખુલે છે અને દર્શક પહોંચી જાય મુંબઇના લોકલ ટ્રેનના પ્લેટ ફોર્મ પર.

માંડ માંડ પકડેલી એ લાસ્ટ લોકલ ટ્રેનમાં સમાજ દ્વારા તિરસ્કૃત એક રૂપજીવીની અને એક પોલીસમેન મળે છે.... અને એકબીજા થી સાવ જ અજાણ્યા અને તદ્ન અલગ વ્યકિતત્વ ધરાવતા એક પુરૂષ અને એક સ્ત્રીના જીવન ના અતલ ઊંડા પડો ખુલે છે અને જે વાત સર્જાય છે એ છે સૌમ્ય જોશીનું વન મોર માસ્ટર પીસ --'આજ જાને કી ઝિદ ના કરો...'

અમદાવાદ સ્થિત સૌમ્ય જોશી છેલ્લા કેટલાયે વર્ષોથી માત્ર ગુજરાતી અને મુંબઇ ની ગુજરાતી રંગભૂમિ ને નહિ બલ્કે પોતાની ઓડિયન્સને પણ નવેસરથી ડિફાઇન કરવાનું કામ પ્રભાવશાળી રીતે અને છતાંયે સહજતા પૂર્વક કરી રહ્યા છે. 'વેલકમ જિંદગી' અને '૧૦ર નોટ આઉટ' જેવા મૌલિક સ્તરીય અને અત્યંત સફળ થયેલા નાટકો હોય, કે '૧૦ર નોટ આઉટ' પરથી અમિતાભ બચ્ચન અને ઋષિકપુર અભિનીત એ જ નામે બનેલી ફિલ્મનું સ્ક્રિપ્ટ રાઇટિંગ હોય, સૌમ્યના મજબુત અને 'આઉટ ઓફ ધ બોકસ' થીંકીંગનો પરિચય દરેક તબક્કે જોવા મળશે.

મુળ સુરેશ ચિખલે ની મરાઠી કૃતિ 'પ્રપોઝલ' પરથી આલેખીત અને દિગ્દર્શિત આ નાટક, પ્રેક્ષકોને ચકિત કરી નાખે અને હચમચાવી ને સ્તબ્ધ કરી મૂકે એવું માતબર અને સુપર હિટ નાટક છે. આવા જોખમી નાટકને કોમર્શીયલ રંગભૂમિ પર લાવવાનો મુખ્ય હેતુ, સોશ્યિલ કોમેડી જોવા ટેવાયેલા ટીપીકલ ગુજરાતી પ્રેક્ષકને બોલ્ડ અને બ્યુટીફૂલ, હટકે નાટકો જોવાની ભૂખ જગાવી શકવાનો છે.

રાજકોટમાં આ નાટકનો શો લાવી રહ્યા છે. વિદેહી એન્ટરટેનમેન્ટના દેવલ વોરા, અને આયોજનમાં ભરપૂર સહયોગ સાંપડયો છે ટી-પોસ્ટનો નાટકની ટિકીટનું વેચાણ પુર જોશમાં ચાલુ છે. કેટલીક કેટેગરીમાં ટિકીટ પુરી વેંચાઇ ગઇ છે.

રાજકોટના લોકો નાટકના ભાવક છે, સ્તર વાળા નાટકોને ચાહે છે એનો આ પુરાવો છે. જોકસની સ્ક્રિપ્ટ વાળી કોમેડીને બદલે ખરા અર્થમાં જેને થિયેટર કહેવાય એવી વાત લઇને આ નાટક આવે છે. રાજકોટ વાસીઓએ આ તક ચૂકવા જેવી નથી. આ નાટકની ટિકીટ હેમુ ગઢવી હોલ પરથી શનિવાર, તા. ર૧ જુલાઇની સવારથી મળી શકશે.

નાટય રંગમંચના મોટા ગજાના કલાકારો જયેશ મોરે, જિજ્ઞા વ્યાસને માણવાનું સપરિવાર ચુકવા જેવું નથી. નાટકના પ્રોડયુસર મનહર ગઢીયા છે, કો.પ્રોડયુસર ઉમેશ શુકલ, એકઝી. પ્રોડયુસર કાજલ ગઢીયા છે. હેમુ ગઢવી હોલ, ટાગોર માર્ગ, ર૭ જુલાઇ, શુક્રવાર રાત્રે ૯.૩૦ વાગ્યે. ૧ર વર્ષ નીચેના માટે પ્રવેશ નથી. ટીકીટ-વિગતો માટે સંપર્ક : ૬૩પ૪૯ ૯પ૦૦૧.

અમિતાભ - ઋષિકપુરના અભિનયથી   ઓપતા ૧૦ર નોટઆઉટ ફિલ્મના રાઇટર સૌમ્ય જોશીનું આ નઝરાણું અચુક પરીવાર સાથે માણવા જેવું છે. ર૧ મીથી હેમુ ગઢવી હોલ ખાતે બુકીંગ શરૂ થશે. અગાઉથી જ ટીકીટ બુક કરાવવી હિતાવહ છે. આવા હટીને નાટકો જુજ આવતા હોય છે. (૨૧.૨૦)

 

(11:44 am IST)