Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી ૮૭ રેકડી-કેબીન, ૧૩પ બોર્ડ-બેનર જપ્ત

પ૬ હજારનો વહીવટી ચાર્જ વસુલ્યોઃ દબાણ હટાવ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા.૧૮: રાજકોટ દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા ૪દિ'માં શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૮૭ રેંકડી-કેબીન-અન્ય ચીજવસ્તુઓ, ૨૮૦ શાકભાજી-ફળો, પ૦ ઘાસચારો/લીલું/ફૂલ વગેરે જપ્ત કરી પ૬ હજારનો વહીવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી, તેમજ નડતર રૂપ ૧૩૪ એવા બોર્ડ-બેનરો પણ હટાવવામાં આવ્યા હતા.

આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા રસ્તા પર નડતર ૧૧ રેંકડી-કેબીનો ધરાર માર્કેટ, દૂધસાગર રોડ, જામનગર રોડ, જયુબેલી, નવલનગર, કન્યા છાત્રાલય, ગાંધીગ્રામ, અમીન માર્ગ વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૭૬ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે જયુબેલી, જામનગર રોડ, રેસકોર્ષ રીંગ રોડ, હોસ્પિટલ ચોક વિગેરે જગ્યા પરથી જપ્ત કરવામાં આવી હતી, ૨૩૦ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી, ધરાર માર્કેટ, રામાપીર ચોકડી પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, પારેવડી ચોક પરથી ૫૦ કી.ગ્રા. ધાસચારો-લીલું-ફૂલ જપ્ત કરવામાં આવેલ હતા, તેમજ રૂ.૫૬,૭૫૦/- વહીવટી ચાર્જ માયાણી ચોક, અમીન માર્ગ, ચંદ્રેશનગર, સદર બજાર, પારેવડી ચોક, રામાપીર ચોકડી, હુડકો શાકમાર્કેટ, કાલાવડ રોડ, રૈયા રોડ, મવડી ચોકડી, માલવિયા કોલેજ, બસ સ્ટેન્ડ, છોટુનગર, રેસકોર્ષ, મોરબી રોડ અને કોઠારીયા રોડ વિગેરે જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ ૧૭ હોકર્સ ઝોન ગ્રીનલેન્ડ ચોકડી, ચુનારાવાડ શાકમાર્કેટ, ચુનારાવાડ હો. ઝોન, ભીમનગર, એસ્ટ્રોન નાલા, ક્રિસ્ટલ મોલ, લક્ષ્મીનગર, આશ્રમ રોડ, પારુલ ગાર્ડન સામે, ભાવનગર રોડ, કોઠારીયા રોડ, માર્કેટ યાર્ડ, રણુજા મંદિર, બાલક હનુમાન, માસુમ વિદ્યાલય, રેસકોર્ષ(ફનવર્લ્ડ) અને એરપોર્ટ રોડ ફાટક પાસે વિગેરે હોકર્સ ઝોનમાંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. શહેરમાં નડતર રૂપ એવા ૧૩૪ બોર્ડ અને બેનરો પેડક રોડ, દૂધસાગર રોડ, રેશ્કોર્ષ રીંગ રોડ, એરપોર્ટ રોડ, છોટુનગર અને ચંદ્રેશનગર વિગેરે જગ્યા  પરથી હટાવવામાં આવ્યા હતા. (૨૩.૧૧)

(3:50 pm IST)