Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

ભીમ અગીયારસના તહેવાર પહેલા જ ગંજી પનાના પાના વડે તીન પત્તીનો જુગાર રમતા રોકડા રૂપીયા ૨૭.૪૫૦/- તથા ગંજી પનાના પાના નંગ પર સાથે કુલ ૯ (નવ) ઇસમોને પક્ડી પાડતી કુવાડવા રોડ પોલીસ

રાજકોટ: શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી પ્રવિણકુમાર મીણા (ઝોન-૧) તથા મદદનીશ પોલીસ કમિશ્નર એસ આર ટંડેલ સાહેબ (ઉત્તર વિભાગ) તથા પોલીસ ઇન્સપેક્ટર એન એન ચુડાસમાના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ. પી.જી.રોહડીયા તથા એએસ આઇ હિતેંદ્રસિંહ એમ.ઝાલા તથા પો.હેડ કોન્સ. અરવિંદભાઇ મકવાણા તથા જયંતીભાઇ એસ ગોહિલ તથા કિશોરભાઇ કે.પરમાર તથા પો.કોન્સ વિરદેવસિંહ વી. જાડેજા તથા તથા દેવેદ્રસિંહ એચ જાડેજા તથા મુકેશભાઇ એમ. સબાડ એમ પો.સ્ટાફના માણસો વિસ્તારમાં પ્રોહિ/જુગારની ડ્રાઇવ અનુસંધાને પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા જામગઢ ગામ પાસે પહોંચતા પોહેડ કોન્સ અરવિંદભાઇ ડી. મકવાણા તથા પો.કોન્સ. વિરદેવસિંહ વિક્રમસિંહ જાડેજા તથા મુકેશભાઇ માણંદભાઇ સબાડ નાઓને મળેલ સયુંકત હકિકત મળેલ કે જામગઢ ગામ પાણાવાળી સીમમા અશ્વીન રઘુભાઇ વાટુકીયા ની વાડીમા ઝુપડાની ઓથે લાઇટના અજવાળે જાહેરમા તીનપતીનો જુગાર રમાય છે તેવી ચોક્કસ હકિકત મળતા સદરહુ જગ્યાએ રેઇડ કરતા જાહેરમાં નવ ઇસમો જુગાર રમતા ગંજીપનાના પાના નંગ પર તથા રોકડા રૂપીયા ૨૭,૪૫૦/- સાથે મળી આવતા કુવાડવા રોડ પોસ્ટે લાવી મજકૂર નવેય ઇસમો જાહેરમાં તીનપતીનો જુગાર રમતા જુ.ધા કલમ ૧૨ મુજબનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહિ કરવામા આવેલ છે.

  • પકડાયેલ આરોપીઓના નામ અને સરનામા

૧ અશ્વીનભાઇ રઘુભાઇ વાટુકીયા જાતે કોળી ઉ.વ ૩૦ ધંધો ખેતીકામ રહે. જામગઢ ગામ તાજી રાજકોટ ૨ ગોપાલભાઇ મનસુખભાઇ મેર જાતે કોળી ઉ.વ ૨૧ ધંધો મજુરી રહે. રઘુનંદન સોસાયટી ક્વાટર નં પર આજીડેમ પાસે માંડાડુંગર પાછળ રાજકોટ મુળ ગામ વડાળી તાજી રાજકૉટ, અશોકભાઇ પ્રાગજીભાઇ સરવૈયા જાતે કોળી ઉ.વ ૩૮ ધંધો મજુરી રહે. સંતકબીર રોડ રાજારામ સોસા શેરી નં ૪ રાજકોટ મુકેશભાઇ અમરશીભાઇ વાટુકીયા જાતે કોળી ઉ.વ ૩૨ ધંધો મજુરી રહે. જામગઢ ગામ તાજી રાજકોટ, હેમંતભાઇ ઉર્ફે રોબર્ટ સન/ઓફ હમીરભાઇ વાટુકીયા જાતે કોળી ઉ.વ ૨૪ ધંધો મજુરી રહે. જામગઢ ગામ તા.જી રાજકૉટ, સાગરભાઇ ડાયાભાઇ વાવડીયા જાતે કોળી ઉ.વ ૨૯ ધંધો મજુરી રહે. જામગઢ ગામ તા.જી રાજકોટ, ગોરધનભાઇ સામજીભાઇ પરમાર જાતે કોળી ઉ.વ ૩૩ ધંધો મજૂરી રહે. ગઢકા ગામ તા.જી રાજકોટ

જયેશભાઇ અનીલભાઇ રાઠોડ જાતે પ્રજાપતિ ઉ.વ ૨૧ ધંધો મજુરી રહે. મોરબી રોડ જકાતનાકા પાસે સત્યન પાર્ક ૧ રાજકોટ, પરેશભાઇ ધનાભાઇ મેર જાતે કોળી ઉ.વ ૨૧ ધંધો મજુરી રહે. જામગઢ ગામ તા.જી રાજકોટ

આ કામગીરી પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પો.સબ.ઇન્સ. પી.જી.રોહડીયા તથા એ.એસ.આઇ હિતેન્દ્રસિંહ એમ.ઝાલા તથા પો.હેડ.કોન્સ અરવિંદભાઇ મકવાણા તથા જયંતીભાઇ ગોહિલ તથા કિશોરભાઇ પરમાર તથા પો.કોન્સ. વિરદેવસિંહવી જાડેજા તથા દેવેંદ્રસિંહ એચ જાડેજા તથા મુકેશભાઇ એમ. સબાડ સહિતે કરી હતી.

(10:15 am IST)