Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

સ્પેશ્યલ ડ્રાઇવમાં મીલપરા નં. ૨/૯ ખાતેથી બીયર ટીનના જથ્થા સાથે એક શખ્સને પકડી લેતી ભકિતનગર પોલીસ

રાજકોટ: શહેર પોલિસ કમીશનરશ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પો.કમીશનર ખુરશીદ એહમદ તથા ડી.સી.પી. ઝોન-૧ પ્રવિણકુમાર તથા તથા એ.સી.પી. એચ.એલ.રાઠોડ પૂર્વ વિભાગએ પ્રોહી/જુગારની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા અને પો.સ્ટે વિસ્તારમાં પ્રોહીબીશન/જુગારની સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરવા સુચના આપેલ હોઇ

જે અન્વયે અમો ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર બીએમ કાતરીયા તથા સર્વેલન્સ પો.સબ.ઇન્સ આર.જે.કામળીયા તથા સર્વેલન્સ ટીમના માણસો આજરોજ તાઃ-૧૯/૦૬/૨૦૨૧ ના રોજ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહીબીશનની સ્પેશ્યલ ડ્રાઇવ અન્વયે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણા તથા પો.કોન્સ રણજીતસિંહ જાડેજા નાઓને સંયુકત બાતમી મળેલ કે મીલપરા શેરીનં. ૨૯ ના ખુણા પાસે યજ્ઞેશ હર્ષદભાઇ ચૌહાણ એક કાળા કલરના મોટા ઝબલામાં બીયરના ટીન લઇને ઉભેલ છે જે હકકીત આધારે રેઇડ કરતા બીયરના ટીન સાથે યજ્ઞેશ હર્ષદભાઇ ચૌહાણને પકડી પાડી તેના વિરૂધ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.

આરોપીનું નામ સરનામુ: યજ્ઞેશ હર્ષદભાઇ ચૌહાણ ઉ.વ.૨૨ રહે. મીલપરા શેરીનં.૨ પાશ્વનાથ એપાર્ટમેન્ટ સામે મીલપરા મેઇન રોડ રાજકોટ

મુદામાલઃ કિંગ ફિશર સુપર સ્ટ્રોન્ગ પ્રીમીયમ બીયરના ટીન નંગ-૨૪ કિ.રૂ. ૨,૪૦૦/- નો મુદામાલ કબ્જે કરવામા આવેલ છે.

આ કામગીરી પો.સબ.ઇન્સ. આર.જે.કામળીયા તથા એ.એસ.આઇ. ભાનુભાઇ મિયાત્રા તથા ફીરોજભાઇ શેખ તથા પો.હેડ.કોન્સ. ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ જાડેજા, મનરૂપગીરી ગૌસ્વામી રણજીતસિંહ પઢારીયા, પો.કોન્સ મનીષભાઇ શિરોડીયા, મૈસુરભાઇ કુંભારવાડીયા, વાલજીભાઇ જાડા, રાજેશભાઇ ગઢવી, હીતેન્દ્રસિંહ ઝાલાએ કરી હતી.

(10:13 am IST)