Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

ઇશ્વરીયા પાર્ક પાસે પ્રાદેશીક વિજ્ઞાન મ્યુઝીયમ ૧૦ એકરમાં બનશે

આ મ્યુઝીયમમાં હાઉ સ્ટફ વર્કસ, રોબોટીકસ, ગ્લાસ એન્ડ સીરામીક તથા મશીન એન્જીનીયરીંગ સહીતની ૬ થીમ આધારીત ગેલેરીઓ બનાવાશેઃ બાંધકામનું ૮૦ ટકા કામ પુર્ણ

રાજકોટ,તા.૧૯: ગુજરાત સરકાર દ્વારા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) મારફત અદ્યતન પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમ (રિજિયોનલ સાયન્સ મ્યુઝિયમ) વિકસાવાઈ રહ્યું છે. આ મ્યુઝિયમ રાજકોટમાં ઈશ્વરીયા પાર્ક પાસે માધાપર ખાતે વિકસાવાઈ રહ્યું છે. હાલ પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમ બાંધકામ હેઠળ છે અને બાંધકામનું કાર્ય ૮૦ ટાકાથી વધુ પૂર્ણ થઇ ગયેલ છે તથા આગામી મહિનાઓમાં પૂર્ણ કરવાનું આયોજન છે.ઙ્ગ

પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમ, રાજકોટ વિજ્ઞાન અને ટેકનોલોજીના નવા ક્ષેત્રે યુવા પેઢીને પ્રોત્સાહિત કરનાર, શિક્ષિત કરનાર અને આત્મવિશ્વાસ વધારનાર આધાર રૂપી કેન્દ્ર બનશે. આ મ્યુઝિયમ ૧૦.૦૦ એકર જમીન ઉપર જિજ્ઞાસા વૃત્ત્િ।ને પ્રોત્સાહિત કરે તથા જીવન પર્યન્ત શીખવાની વૃત્ત્િ।ને ચાલું રાખે તેવી વાઇબ્રન્ટ ડિઝાઇન ધરાવે છે.

પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમના મુખ્ય ઉદ્દેશો સામાન્ય લોકોની અંદર વૈજ્ઞાનિક અભિગમ ઉભો કરવો તથા વિજ્ઞાન પ્રત્યે લોકજાગૃત્ત્િ। કેળવવી અને તેને જાળવવી, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા સમાજ વચ્ચે આદાન-પ્રદાનના માધ્યમ તરીકે ભાગ ભજવવો, લોક વિજ્ઞાન કેન્દ્રો, આસ-પાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે સ્ત્રોત તરીકે વર્તવું તથા સુવિધા પુરી પાડવી, લોકો માટે જાગૃતિ તથા સુવિધા પુરી પાડતું કેન્દ્ર બનવું અને વિદ્યાર્થીઓને આગામી પેઢીના વૈજ્ઞાનકો બનવા માટે પ્રેરિત કરવા તથા વિજ્ઞાનના શિક્ષકો / વિદ્યાર્થીઓ / યુવા ઉદ્યોગસાહસિકો / ટેકનિશીયનો / દિવ્યાંગો / ગૃહિણીઓ તથા અન્ય લોકો માટે વિજ્ઞાન, ટેકનોલોજી તથા ઉદ્યોગને લગતા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવું વિગેરે છે.

પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમના મુખ્ય આકર્ષણોમા વિવિધ વિજ્ઞાનને ખંગાળતી થીમ આધારિત છ ગેલેરીઓ, આરામ સાથે માહિતીઓને ખંગાળવા માટે સેન્ટ્રલ કોર્ટયાર્ડ, વર્કશોપ્સ નું આયોજન કરવા માટે સુવિધા,  થીએટર, થીમ આધારિત ઉદ્યાન, દિવ્યાંગો અને વૃધ્ધો માટે અનુકૂળ એવી મ્યુઝિયમની ડિઝાઇન, આઉટડોર મનોરંજક પ્રવૃત્ત્િ।ઓ અને કાફેટેરિયા જેવી સુવીધાઓ પણ છે. આ ઉપરાંત પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની મદદથી ૧૦૦ઙ્ગચ.વી. જેટલી વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતી સોલાર સિસ્ટમ પણ લગાવવાનું આયોજન છે જેથી મ્યુઝિયમ કલીન એનર્જી એફિસિયન્ટ બને અને સૂર્ય ઉર્જાથી વીજળી પેદા કરી અને તેનો વપરાશ કરવા માટે આવનાર લોકોને પ્રેરણા પણ મળશે.

પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમમાં આવેલ છ થીમ આધારિત ગેલેરીઓ રાજકોટની ઇજનેરી ક્ષેત્રે વૈશ્વિક ઓળખ અને સૌરાષ્ટ્રની કુદરતી સંપદા પરથી પ્રેરિત છે. આ છ ગેલેરીઓ નીચે મુજબ છે,

હાઉ સ્ટફ વર્કસ ૅં બલ્બ કેવી રીતે કાર્ય કરે છે? કેવી રીતે લખી શકે છે? - આ ગેલેરીમાં મુલાકાતીઓને આવા તથા બીજા દ્યણા બધા પ્રશ્નો અને રોજમર્રાની ચીજ વસ્તુઓ તથા તેની પાછળ કાર્ય કરતા વૈજ્ઞાનિક પરિબળો વિષે માહિતી મળશે

રોબોટિકસ ૅં વિદ્યાર્થીઓમાં કુતુહલ જગાડતા રોબોટ્સની વિશાળ શ્રેણી આ ગેલેરીમાં પ્રદર્શિત થઇ રહી છે, આ સાથો-સાથ મુલાકાતીઓ માટે નવું જાણવાનો એક યાદગાર અનુભવ આપતા ખાસ વર્કશોપની સુવિધા મશીન એન્જિીનયરિંગ ૅં આ ગેલેરી રાજકોટની મશીન એન્જિીનયરિંગ ઉદ્યોગશકિત પરથી પ્રેરિત છે, જેમાં મશીનની પાછળ કાર્ય કરતુ વિજ્ઞાન ગમ્મતની રીતે સમજાવેલ છે. યુવાધનને ભવિષ્યના ઉદ્યોગસાહસિકો તરિકે વિકસાવવા માટે તાલીમની સુવિધા ધરાવતું વર્કશોપ પણ ધરાવે છે

ગ્લાસ એન્ડ સીરામીક  યુગની સામગ્રી પરંતુ અંતરિક્ષ યુગની ક્ષમતા' - આવા રસપ્રદ અને સુંદર કાચ અને સીરામીક પદાર્થ પાછળનું વિજ્ઞાન ખંગાળવાનો મોકો આ ગેલેરીમાં મળે છે. ગુજરાતમાં બનતા ગ્લાસ એન્ડ સીરામીકના ઉત્પાદોને પ્રદર્શિત કરતી એક ખાસ દીવાલ પણ નિહાળવા મળે છે.

નોબેલ પ્રાઈઝ - ફિઝિકસ ૅં ૭૫૦ ચો.મીટરથી પણ મોટી ગેલેરી ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રે નોબેલ પારિતોષિક વિજેતાઓને સમર્પિત છે. આઈન્સ્ટાઈન થી શરુ કરીને સી. વી. રમન જેવા ૨૦૬ નોબેલ પારિતોષિક વિજેતાઓ ભવિષ્યના નાઙ્ખબેલ પારિતોષિક વિજેતા ને પ્રેરિત કરવા રાહ જોઈ રહ્યા છે.

(4:50 pm IST)