Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

મચ્છરજન્ય રોગ માટે સર્વેલન્સ તથા પોરાનાશક કામગીરીને પ્રોત્સાહિત કરતા પદાધિકારીઓ

રાજકોટ : મેલેરિયા મુકત ગુજરાત-ર૦રર અભિયાનનો વિધિસર પ્રારંભ મુખ્યમંત્રી ગુજરાત રાજયના હસ્તે તા. ૭ મેના રોજ રાજકોટ ખાતેથી કરવામાં આવેલ. મેલેરિયા મુકત રાજકોટ-ર૦રર અભિયાન તથા ડેન્ગ્યુ ચિકુનગુનિયા રોગ નિયંત્રણ અભિયાનને સફળ બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવેલ છે. જે અન્વેય મેલેરિયા મુકત રાજકોટ-ર૦રરને સફળ બનાવવા મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને તથા ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટે.ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસકપક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમાર, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાળાખાની આશાને આગામી ચોમાસાની ઋતુમાં તાવના કેસોમાં સર્વેલન્સ તથા પોઝીટીવકેસમાં સારવાર તથા મચ્છરની ઉત્પતી અટકાવવા ઘરે ઘર સોર્સરીડકશન તથા પાણી ભરેલ ટાંકા તથા અન્ય પાત્રોમાં લાર્વીસાઇડ દ્વારા પોરા નાશક કામગીરી માટે મેલેરિયા કિટ આપી વાહક જન્યરોગ નિયંત્રણની કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ.  રાજકોટ મહાનગરપાલિકાની ર૯૬ આશાને આ કામગીરી માટે તાલીમ પૂરી પાડવામાં આવેલ છે તથા ૯૭ એએનએમને પણ સર્વેલન્સ કામગીરી માટે તાલીમ પૂરી પાડવામાં આવેલ છે. આશા દ્વારા તેઓના નિયત કરેલ વિસ્તારમાં દૈનિક પ૦ ઘરોની મુલાકાત લઇ સર્વેલન્સ તથા પોરા નાશક કામગીરી કરવામાં આવશે. ડેન્ગ્યુ, મેલેરિયા રોગથી તમારા અને તમારા પરિવારનું રક્ષણ કરવા મહાનગરપાલિકાના પ્રયત્નોમાં સહયોગ આપવા આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી જયમીન ઠાકરની ખાસ અપીલ છે. તેમ મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(4:21 pm IST)
  • પીએમ મોદીની ડિનર ડિપ્લોમસી :પીએમ મોદીએ લોકસભા અને રાજ્યસભાના સભ્યોને દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલમાં રાત્રીભોજનનું આયોજન કર્યું:બંન્ને સદનનાં લગભગ 750 સભ્યોને સંસદીય કાર્યમંત્રી દ્વારા આમંત્રણ મોકલ્યું : હોટલ અશોકમાં આયોજીત રાત્રીભોજનમાં રાજ્યસભાનાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ ઉપરાંત એનડીએ અને યુપીએના ઘટક દળનાં નેતાઓ જોડાયા:દ્રમુકની કનિમોઇ, આપનાં રાજ્યસભા સભ્ય સંજય સિંહ, ભાજપમાં જોડાયેલા ટીડીપીના ત્રણ સહિતના જોડાયા હતા. access_time 1:12 am IST

  • સૌરાષ્ટ્ર-કચ્છના મુસ્લિમ અગ્રણી સુલેમાનભાઈ સંઘારનો ઇન્તેકાલ સૌરાષ્ટ્ર-કચ્છના મુસ્લિમ અગ્રણી સુલેમાનભાઈ સંઘારનો ઇન્તેકાલ "રાત્રે 10 વાગ્યે તેઓની દફનવિધિ સદર કબ્રસ્તાનમાં રાખેલ છે તેમ હબીબ કટારીયાએ જણાવ્યું હતું access_time 8:06 pm IST

  • એક રાષ્ટ્ર, એક ચૂંટણીના મામલે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બેઠકમાં અમિત શાહ, રાજનાથસિંહ, સુખબીરસિંઘ બાદલ, શરદ પવાર, જગન રેડ્ડી, નીતિશકુમાર, ફારૂખ અબ્દુલ્લા, પાસવાન, ઓવૈસી સહિતના અગ્રીમ હરોળના નેતાઓની હાજરી : મમતા બેનર્જી ગેરહાજર રહ્યા access_time 6:09 pm IST