Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

કર્મચારીનું સ્વૈચ્છિક રાજીનામુ સંસ્થાએ મંજુર કર્યા બાદ પરત ખેંચી શકાય નહીં : કોર્ટ

ઉના પીપલ્સ બેંંકની તરફેણમાં ચુકાદો

રાજકોટ તા ૨૦  : કર્મચારીનું સ્વૈચ્છિક રાજીનામું સંસ્થા દ્વારા મંજુર થયા બાદ કર્મચારી તે રાજીનામુ પરત ખેંચી શકે નહીં તેવો ઉના પીપલ્સ કો.ઓપ. બેંકની તરફેણમાં ઐતિહાસીક ચુકાદો લેબર કોર્ટ જુનાગઢે આપેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે, શ્રી ઉના પીપલ્સ કો.ઓપ. બેંક ઉના ખાતે ફરજ બજાવતા ધર્મેન્દ્ર હસમુખભાઇ દામાણી  દ્વારા ગુજરાત ઓૈદ્યોગીક  સંબંધીક અધિનીયમ ૧૯૪૬ (બી.આઇ.આર. એકટ) હેઠળ નામદાર મજુર અદાલત જુનાગઢ સમક્ષ પુનઃ સ્થાપિત થવા દાદ માગેલ હતી.

સંસ્થા તરફે એડવોકેટશ્રી અનિલ એસ. ગોગીયા મારફત એવી રજુઆત કરવામાંઆવેલ કે, અજરદાર પ્રથમ પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા, ત્યારબાદ તેમને કલાર્ક કમ કેશીયરનું પ્રમોશન આપવામાં આવેલ, તે દરમ્યાન અરજદાર દ્વારા સંસ્થામાં કામ  કરતા અન્ય કર્મચારીઓ સાથે અવારનવાર અભદ્ર ભાષા અને બોલાચાલી કરતા સંસ્થા દ્વારા અરજદારને આ બાબતે શો કોઝ નોટીસ આપેલ, જેના જવાબમાં અરજદારે પોતાના  ગુન્હાની કબુલાત આપતા સંસ્થા દ્વારા અરજદારને પટાવાળા તરીકે ડી ગ્રેડ કરતી હળવી સજા કરેલ, જે અરજદારને પસંદ ન પડતા અરજદારે સ્વેચ્છિક રાજીનામુ આપેલ, જે સંસ્થા દ્વારા બોર્ડ ઓફ ડીરેકટર મીટીંગમાં મંજુર કરેલ અને તેની જાણ અરજદારને કરવામાં આવેલ હતી. આમ સંસ્થા તરફે નામદાર સર્વોચ્ચ અદાલત તથા નામદાર વડી અદાલતોના ચુકાદાઓ અરજદારનો કેસ રદ કરવા રજુઆત કરેલ હતી.  કેસમાં પડેલ મોૈખિક તેમજ દસ્તાવેજી પુરાવા ધ્યાને લીધા બાદ શ્રમઅદાલત નં.ર ના પ્રમુખ અધિકારી જુનાગઢ દ્વારા આ કામે  સામાવાળા દ્વારા રજુ થયેલ સર્વોચ્ચ અદાલતનો નોર્થ ઝોન કલ્ચર વિરૂધ્ધ વિદ્યાપતી દિનેશ કુમાર, નામદાર ગુજરાત હાઇકોર્ટ રાધેશ્યામ છત્રપાલ વિરૂધ્ધ અનિલ સીન્થેટીક તથા ગુજરાત સ્ટેટ રોડ કોર્પોરેશન વિરૂધ્ધ શંકરભાઇ માલાભાઇ વગેરેના ચુકાદાઓ સાથે મજુર અદાલત સહમત થતા અરજદારનો હાલનો કેસ રદ કરેલ. આ કેસમાં ધી ઉના પીપલ્સ કો.ઓ. બેંક લી. વતી મજુર કાયદાના જાણીતા એસ.બી. ગોગીયા એસોસીએટસના વિદ્ધવાન ધારાશાસ્ત્રી શ્રી અનિલ એસ. ગોગીયા, શ્રી પ્રકાશ એસ. ગોગીયા (ગુજ. હાઇકોર્ટ) તેમજ સીન્ધુબેન ગોગીયા રોકાયેલ હતા.

(4:19 pm IST)