Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

તાલાલા નજીક રાજકોટના આહીર યુવાનને થયેલ અકસ્માત મૃત્યુના કેસમાં વ્યાજ સહિત ૩૧ લાખ ૭૮ હજારનું વળતર મંજુર

રાજકોટ તા  ૨૦  :  અત્રે ગોંડલ રોડ પર આવેલ ચે.જે. દોશી હોસ્પીટલ નજીક સ્વામીનારાયપ ચોકમાં રહેતા આહીર યુવાન ભરતભાઇ ભીમજીભાઇ ચાવડાના વાહન અકસ્માતના મૃત્યુ કેસમાં જંગી વળતર મંજુર કરવામાં આવેલ હતું.

ઉપરોકત અકસ્માતની હકીકત એવી છે કે, ગઇ તા. ૧૯/૦૬/૨૦૧૩ ના રોજ ગુજરનાર ભરતભાઇ ભીમજીભાઇ ચાવડા તેના મીત્રો સાથે ફોચ્યુનર કાર જં. જીજે-૦૩-ડી.એન. ૦૦૭માં સાસણગીર પ્રવાસે ગયેલા, ત્યાંથી પરત આવતા હતા ત્યારે તાલાલા નજીક માલણકા ગામ પાસે રાત્રે ૧૨.૩૦ વાગ્યાના સુમારે ફોચ્યુનર કાર પલ્ટી ખાઇ જતા ભરતભાઇને ગંભીર પ્રકારની ઇજાઓ થવાથી મૃત્યુ થયેલ. આ અકસ્માતમાંઅવસના પામનાર ગુજરનાર ભરતભાઇ ભીમજીભાઇ ચાવડાના વારસોએઉપરોકત કારની વિમા કંપની યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કાું.લી સામે રાજકોટ કોર્ટમાં અકસ્માત વળતર અંગેનો કલેઇમ કેસ તા. ૯/૭/૨૦૧૩ ના રોજ દાખલ કરવામાં આવેલ હતો.

ઉપરોકત કેસમાં ગુજરનારના વકીલ શ્રી કલ્પેશ કે. વાઘેલા, તથા રવિન્દ્ર ડી. ગોહેલે ગુજરનાર જમીન મકાનનો વ્યવસાય કરતા હોય તથા હાલની મોંઘવારી તેમજ ગુજરનારના વારસો ગુજરનારની આવક ઉપર નિર્ભર હોયઅને ગુજરનારના રીટર્ન રજુકરેલ,ઉપરાંત સુપ્રિમ કોર્ટના લેટેસ્ટ જજમેન્ટ રજુ કરતા તા. ૧૦/૪/૨૦૧૯ ના રોજ નામ. ટ્રીબ્યુનલ સમક્ષ કેસ ચાલી જતા, અરજદાર વકીલની ઉપરોકત દલીલો ધ્યાને લઇ રાજકોટ નામ. ટ્રીબ્યુનલે ગુજરનાર ભરતભાઇ રૂા ૨૧,૩૬,૫૦૦/- કેસ દાખલ તારી થી ૬ વર્ષના ૯ ટકા વ્યાજ સાથે વિમા કંપનીને ચુકવવા હુકમ કરેલ હતો.

આમ ઉપરોકત આહીર યુવાનના અકસ્માતના કલેઇમ કેસમાં રૂા ૨૧,૩૬,૫૦૦/- ના૬ વર્ષના ૯ ટકાના વ્યાજ સાથે કુલ મળીને યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યોરન્સ કાું. લી. એ તા. ૧૭/૦૬/૨૦૧૯ નારોજ કુલ રૂા ૩૧,૭૮,૭૧૭ નું જંગી વળતર નો ચેક આપેલ હતો. આ કામમાં અરજદારો વતી રાજકોટ ના અકસ્માત વળતર અંગેના કલેઇમ કેસના વકીલ શ્રી કલ્પેશ વાઘેલા,રવિન્દ્ર ડી. ગોહેલ, શ્યામ જે. ગોહીલ, ભાવીન આર. પટેલ, કુલદીપ પી. ધનેશા, હેમંંત એલ. પરમાર , વિવેક ભાંસળીયા (ગઢવી) તથા અર્જુન ગઢવી, શ્રધ્ધા પટેલ (અકબરી) રોકાયેલ હતા.

(4:19 pm IST)