Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

શહેર ભાજપ સંગઠન પર્વના ઇન્ચાર્જ પદે વીરેન્દ્રસિંહ ઝાલા, સહઇન્ચાર્જ તરીકે પુષ્કર પટેલ તથા ડો.દર્શીતાબેન શાહને જવાબદારી

ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે ત્યારે આ સંગઠન પર્વમાં પણ રેકર્ડબ્રેક સભ્ય નોંધણી થશેઃ કમલેશ મિરાણી

રાજકોટ તા. ર૦ :.. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે ૬ ઠી એપ્રીલ ૧૯૮૦ ના રોજ સ્થાપાયેલી ભારતીય જનતા પાર્ટી આજે નરેન્દ્રભાઇ મોદી તથા અમીતભાઇ શાહના નેતૃત્વમાં વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. ત્યારે પાર્ટીની પ્રણાલીકા મુજબ દર ત્રણ વર્ષે સંગઠન પર્વના માધ્યમથી નવા સભ્યોની નોંધણી કરવામાં આવતી હોય છે. આથી રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૬ ઠી જૂલાઇના રોજ એટલે કે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મ દિવસથી રાજયભરમાં સંગઠન પર્વનો પ્રારંભ થનાર છે.

 આ સંગઠન પર્વના ઇન્ચાર્જ તરીકે શહેર ભાજપના ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલાને તેમજ સહઇન્ચાર્જ તરીકે કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર દર્શીતાબેન શાહને જવાબદારી સોપવામાં આવી છે. આ વરણીને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, અંજલીબેન રૂપાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ભાનુબેન બાબરીયા, ભીખાભાઇ વસોયા સહિતના સાથે તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી અીભનંદન પાઠવ્યા હતાં. (વીરેન્દ્રસિંહ ઝાલા : ૯૮રપ૦ ૭૦૧૭૦,  પુષ્કર પટેલ- ૯૮૭૯૩ ૭૭૭૭૭, ડો. દર્શીતાબેન શાહ- ૯૮ર૪ર ૦૧ર૩૪)

(4:17 pm IST)