Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

પંચનાથ હોસ્પિટલમાં એકદમ રાહતદરે દાંતની સારવાર ઉપલબ્ધઃ રૂ.૧૦માં નિદાનઃ રૂ.૫૦માં એકસ-રે

રૂ.૮૦૦ થી ૧૦૦૦માં રૂટકેનાલઃ રૂ.૨ થી ૧૦ હજારમાં દાંતનું ચોકઠું બનાવી અપાશેઃ ડો.તેજલબેન વિઠલાણી, ડો.કોમલબેન પોપટ અને ડો.વિવેકાબેન દાવડાની સેવા

રાજકોટ,તા.૨૦: અહિંની પંચનાથ હોસ્પિટલ સુવિધાઓ અને દર્દીઓ માટે ઉમદા વ્યવસ્થા પૂરી પાડવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં હવે શ્રી પંચનાથ હોસ્પિટલમાં છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત દાંતના વિભાગમાં પણ અનેક નવી વ્યવસ્થાઓ અને સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. હવે દર્દીના ખિસ્સાને બિલકુલ દુખાડયા વગર આ હોસ્પિટલમાં દાંતની સારવાર શકય બનશે અહીં માત્ર રૂ.૧૦ની નજીવી ફી ચૂકવીને દાંતની તપાસ કરાવી શકાશે તો રૂ.૫૦માં એકસ- રે કાઢી આપવાની સુવિધાનો લાભ પણ હવે જરૂરિયાતમંદ દર્દીઓ લઈ શકશે.

આ અંગેની વિગતો આપતાં શ્રી પંચનાથ હોસ્પિટલના પ્રમુખ શ્રી દેવાંગભાઈ માંકડે જણાવ્યું હતું કે, પોતાનો નહીં પરંતુ દર્દીઓનો ફાયદો જોવા માટે હરહંમેશ તત્પર રહેતી શ્રી પંચનાથ હોસ્પિટલમાં દર્દીનારાયણ માટે દાંત વિભાગની સુવિધાઓમાં ઉમેરો કરવામાં આવ્યો છે. સવારે ૮:૩૦ થી સાંજે ૮:૩૦ વાગ્યા સુધી દાંત વિભાગ કાર્યરત રહેશે. આ વિભાગમાં અનુભવી અને નિષ્ણાંત એવા ચાર ડોકટરોની પણ નિમણૂક કરી છે અને તેઓ ફુલટાઈમ અહીં સેવા આપશે.

શ્રી પંચનાથ હોસ્પિટલમાં આરસીટી (રૂટકેનાલ ટ્રીટમેન્ટ) રૂ.૮૦૦ થી ૧૦૦૦માં કરી આપવામાં આવશે. આ ઉપરાંત રૂ.૨૦૦૦ થી ૧૦,૦૦૦ (ડેન્ચર)માં ચોકઠા બનાવી શકાશે. તો સિરામિક ક્રોઉન, વ્હાઈલ મેટલ ક્રાઉન, પેઢાની સર્જરી, ડહાપણ ડાઢની સર્જરી, બાળકોના દાંતની સારવાર માટે સ્પેશ્યલ ડોકટર કાર્યરત રહેશે. ઓર્થોડેન્ટીસ્ટ (પીડિયાટ્રીક)  ડોકટર પણ ઉપલબ્ધ રહેશે. જે વાંકા- ચુકા દાંતની સારવાર કરી આપશે. ખાસ કરીને શ્રી પંચનાથ હોસ્પીટલમાં માત્ર રૂ.૫૦ ચૂકવીને દાંતનો એકસ- રે કાઢવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

અનુભવી ડેન્ટિસ્ટ ડો.તેજલબેન વિઠ્ઠલાની, ડો.કોમલબેન પોપટ તથા ડો.વિવેકાબેન દાવડા સેવા આપી રહ્યા છે.

દંત  વિભાગ કાર્યરત કરવામાં દાતા સ્વ.રૂપસિંહ મકનજી દામાણી પરિવારનો સહયોગ મળ્યો છે. પ્રમુખ શ્રી  દેવાંગ માંકડે દાંત વિભાગની કાર્યપદ્ધતિ વિશે જણાવતાં ઉમેયુ કે શ્રી પંચનાથ હોસ્પિટલમાં છેલ્લા ૨૦ વર્ષથી દાંતનો વિભાગ કાર્યરત છે અહીં આશરે એક લાખથી વધુ દર્દીઓ અત્યાર સુધીમાં દાંત વિભાગની ત્રણ ચેમ્બરમાં દાંતના ડેન્ટીસ્ટ એકબીજા સાથે ઉમદા સારવાર મેળવી ચૂકયા છે. 'સંકલન' સાધીને કામગીરી કરે છે થી.સી.યારે દાંત વિભાગની દરેક ચેમ્બર એ. સુસજજ બનાવવામાં આવી છે. દર્દીનારાયણને બિલકુલ તકલીફ ન પડે તે માટે અતિ આધુનિક ડેન્ટલ ચેર ઉપર તમામ સારવાર કરવા  માટે ખાસ ધ્યાન આપવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

દાંતની હોસ્પિટલને સફળતાપૂર્વક ચલાવવામાં શ્રી પંચનાથ સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓશ્રી દેવાંગભાઈ માંકડ, તનસુખભાઈ ઓઝા, મહેન્દ્રસિંહ ગોહેલ, ડી.વી.મહેતા, મીતેશભાઈ વ્યાસ, નિતીનભાઈ મણિયાર, નારણભાઈ લાલકીયા, વસંતભાઈ જસાણી, મયુરભાઈ શાહ, નીરજભાઈ પાઠક, મનુભાઈ પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે તથા શ્રી પંચનાથ સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટના હિતેચ્છુ સંદીપભાઈ ડોડીયા તથા નિખિલભાઈ મહેતાનો સહયોગ મળ્યાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(4:15 pm IST)