Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ગુજરાત રાજય લઘુતમ વેતન સલાહકાર બોર્ડના સભ્યપદે સહદેવસિંહ જાડેજા - ગિરીશ પટેલ

રાજકોટ, તા. ૨૦ : ભારતીય મઝદૂર સંઘ રાજકોટ જીલ્લા મંત્રી શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીની એક યાદીમાં જણાવેલ છે કે ભારતીય મઝદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂરવઠા બોર્ડ કર્મચારી સંઘના અધ્યક્ષ શ્રી સહદેવસિંહ જાડેજા (મો.૯૮૭૯૪ ૯૦૭૯૪) તથા જીએમડીસી કર્મચારી સંઘ (બીએમએસ સંલગ્ન)ના મહામંત્રી તેમજ ભારતીય મઝદૂર સંઘના પ્રદેશ મંત્રી શ્રી ગીરીશભાઈ પટેલ (મો.૯૭૨૭૭ ૯૩૩૩૦)ની રાજય સરકારના શ્રમ અને રોજગાર વિભાગે ગુજરાત રાજય લઘુતમ વેતન સલાહકાર બોર્ડના સભ્ય તરીકે નિયુકિત કરેલ છે. આ બંને વરિષ્ઠ કાર્યકર્તાઓની નિમણુંક માટે ભારતીય મઝદૂર સંઘના તમામ કાર્યકર્તા તથા પદાધિકારીઓએ તેમને શુભેચ્છા પાઠવેલ છે.

આ અગાઉ મઝદૂર સંઘના કાર્યકર્તાઓ શ્રી તુષાર વ્યાસ (ભાવનગર) તથા પ્રભાબેન ચાવડા (વડોદરા) આ હોદ્દા પર મઝદૂર સંઘની ભલામણથી નિયુકિત પામેલ હતા. પરંતુ આ બંનેએ ભારતીય મઝદૂર સંઘની વિરૂદ્ધની પ્રવૃતિ કરતાં લઘુતમ વેતન બોર્ડ સહિતના તમામ હોદ્દાઓ પરથી તેમને દૂર કરવામાં આવેલ છે. જેની ભારતીય મઝદૂર સંઘના તમામ કાર્યકર્તાઓએ નોંધ લેવા શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ એક યાદીમાં જણાવેલ છે.

(4:05 pm IST)