Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

અખિલ મચ્છુ કઠીયા સઇસુથાર (દરજી) જ્ઞાતિના ભાઇ-બહેનોને નોટબુક વિતરણ

રાજકોટઃ અખિલ મચ્છુ કઠીયા સઇ સુથાર (દરજી) સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ૧૨ વર્ષથી ધો.૧૧થી કોલેજના તમામ એન્જીનિયરીંગના પાઠયપુસ્તક આપવામાં આવે છે. અને ધોરણ ૧ થી કોલેજના વિદ્યાર્થીને સારા ગુણમાં પાસ થયેલ હોય તેવા વિદ્યાર્થી માટે સરસ્વતી સત્કાર સમારંભનું આયોજન આ ટ્રસ્ટ દ્વારા થાય છે. દર વર્ષે ૬૦૦૦ નોટબુક વિતરણ (વિદ્યાર્થી દીઠ) આપવામાં આવે છે. જેનો અંદાજે ૭૫૦ વિદ્યાર્થીઓને લાભ મળે છે.

આ કાર્યક્રમને  જ્ઞાતિ ટ્રસ્ટી હેમંતભાઇ ચૌહાણ, વિનોદભાઇ પીઠડીયા, વિનોદભાઇ મકવાણા, જીતુભાઇ પરમાર, ઉમેશભાઇ ધામેચા, (બક્ષીપંચ મોરચાના પ્રમુખ) નિલેષભાઇ જલુ, દિપકભાઇ ટંકારીયા, મુકેશભાઇ ગોહેલ, હિરેનભાઇ ટંકારીયા, વજુભાઇ પીઠડીયા, યોગેશભાઇ પીઠડીયા, એ.જી. પરમાર, અશોકભાઇ ગેહલોત (ઝાલાવાડી સમાજ) શ્રીમતી વનિતાબેન રાઠોડે બિરદાવ્યો હતો.

 આ કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવતા ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિપકભાઇ પીઠડીયા, સુરેશભાઇ મકવાણા, જીતુભાઇ પીઠડીયા, જીતેન્દ્રભાઇ ચાવડા, મનસુખભાઇ ચાવડા, હરસુખભાઇ ચાવડા, ભુપતભાઇ ગોહેલ, હસુભાઇ ગોહેલ, દિનેશભાઇ લીંબડ, દેવેન્દ્રભાઇ મકવાણા, મનીષભાઇ પીઠડીયા, અરવિંદભાઇ પીઠડીયા, નવીનભાઇ પીઠડીયા, પ્રશાંતભાઇ પીઠડીયા, વિરલભાઇ ધામેચા, અર્જુનભાઇ પીઠડીયા, અમિતભાઇ ગોહેલ, મનીષભાઇ ધામેચા તથા કાર્યકરોએ સફળ બનાવેલ.

(4:04 pm IST)