Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

દિવ્યાંગ તિવારીનો વાર્તાલાપ

રાજકોટ, તા. ૨૦ : કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા જીએચસીએલ લી. સુત્રાપાડાના સહયોગથી તાજેતરમાં બાન હોલ ખાતે આત્મીય યુનિવર્સિટી, રાજકોટના ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફીસર શ્રી દિવ્યાંગ તિવારીનો 'સકસેસ મંત્રઝ ઓફ પાવરફુલ લેજન્ડ્સ ઓફ ધી વર્લ્ડ' એ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ કાઉન્સીલના પ્રમુખ શ્રી હસુભાઈ દવેના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતો. કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન શ્રી દિપકભાઈ સચદે કાઉન્સીલના ઉપપ્રમુખ ડી.જી. પંચમીયાએ વકતાનો પરિચય આપેલ હતો. કાઉન્સીલના માનદમંત્રી શ્રી મનહરભાઈ મજીઠીયાના હસ્તે સ્વાગતવિધિ કરેલ. કાઉન્સીલની ગવર્નીંગ બોડીના સભ્ય હીરાભાઈ માણેક, દિલીપભાઈ ઠાકર, કિરીટભાઈ વોરા, ચેતનભાઈ કોઠારી, એસબીઆઈના નિવૃત ચીફ મેનેજર પ્રહલાદભાઈ ગોહેલ, મનસુખલાલ જાગાણી, દિનકરરાય દેસાઈ વિ. ઉપસ્થત રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા કાઉન્સીલના આસી. એકિઝકયુટીવ સેક્રેટરી રવિ ત્રિવેદીએ કરેલ હતી.

(4:01 pm IST)