Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

કરાઓકે ફિલ્મી ગીત સ્પર્ધા

રાજકોટ : બાલભવન રાજકોટ અને સ્વરમ્ સંસ્થાના સંયુકત ઉપક્રમે બાળકો સહિત મોટેરાઓ માટે કરાઓકે ફિલ્મી ગીત સ્પર્ધા યોજાયેલ. કરાઓકે ફિલ્મી ગીત સ્પર્ધાનું ઉદ્દઘાટન વોર્ડ નં.૧ના કોર્પોરેટર અંજનાબેન મોરજરીયા, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી, ક્રિષ્ના સાયન્સ સ્કુલના ટ્રસ્ટી તૃપ્તિબેન ગજેરાએ દીપ પ્રાગટ્ય કરી ઉદ્દઘાટન કરેલ. આ સ્પર્ધામાં જામનગર, જૂનાગઢ, ઉપલેટા, મોરબીના વતનીઓ પણ ભાગ લેવા ઉપસ્થિત રહેલ. સ્પર્ધકોએ એક એકથી ચડીયાતા ગીત રજૂ કરી મંત્રમુગ્ધ કરેલ. નિર્ણાયક તરીકે દિપકભાઈ ભટ્ટ અને અતુલભાઈ મહેતાએ સેવા આપેલ. બાળકોના વિભાગ, બહેનોના વિભાગ અને ભાઈઓના વિભાગમાં કુલ ૩ ઈનામો આપવામાં આવેલ.

(4:00 pm IST)