Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

વોર્ડ નં.૧ વોકર્સઝોનમાં પેવીંગ બ્લોકનું કામ શરૂ

રાજકોટઃ શહેર વોર્ડ નં.૧માં નાણાવટી ચોક નજીક આવેલ વોકર્સઝોનમાં કુલ ૩૫ લાખ ૪૪ હજાર રૂપિયાના ખર્ચે પેવિંગ બ્લોક નાખવાનું શરૂ કરાયું. આ પ્રસંગે વોર્ડ નં.૧ના કોર્પોરેટર બાબુભાઇ આહિરના હસ્તે ખાતમુર્હત કરવામાં આવેલ. આ પ્રસંગે કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરજરીયા સાથે વોર્ડ નં.૧ ભાજપ પ્રમુખ રસિકભાઇ બદ્રકિયા, મહામંત્રી ભાવેશભાઇ પરમાર, જયદીપસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, જયેશભાઇ વોરા,  પ્રવિણભાઇ જેઠવા, વિપુલભાઇ શુકલ, હેમંતભાઇ બોરીચા, દેવાયતભાઇ ડાંગર, મહેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ચુડાસમા, જીવાભાઇ, સુરેશભાઇ સંચાણીયા સહિતના જોડાયા હતા.

(4:00 pm IST)