Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

કાલે રાજકોટ યોગમય બનશે

શહેરીજનોને જોડાવા અનુરોધ કરતા કમલેશ મીરાણી

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ , જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક સંયુકત અખબારી યાદીમાં જણાવ્યું છે કે 'યોગ' વિદ્યા એ શરીરને આત્મા સાથે જોડતી મહર્ષિ પતંજલિ એ આપેલી વિશ્વને અમુલ્ય ભેટ છે.ભૌતિકતા ની દોડમાં આ વિદ્યા તથા સ્વાસ્થ્યપ્રદ જીવન પધ્ધતિ નું મહત્વ વીસરાઈ જવાનું હતું ત્યારે ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંયુકત રાષ્ટ્રના અધિવેશનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 'યોગદીન' ની ઉજવણીનો પ્રસ્તાવ મૂકયો અને આંતરરાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ પ્રસ્તાવ ને બહોળો પ્રતિસાદ સાંપડ્યો. આમ આ આવકારમાં જ યોગ વિદ્યાનું મહત્વ ઉજાગર થયું છે ત્યારે આવતીકાલે તા.૨૧ જૂનના રોજ 'વિશ્વ યોગ દિવસ' નિમિતે સમગ્ર શહેરીજનોને આ કાર્યક્રમમાં સ્વયંભૂ ઉમટી પડે એક સ્વસ્થ, પ્રસન્ન, શાંતિમય જીવનનું નિર્માણ કરવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ જાહેર અનુરોધ કર્યો હતો.

(3:58 pm IST)