Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

કાલે રાજકોટ બનશે યોગમયઃ પાંચ સ્થળોએ કાર્યક્રમ

મ્યુ. કોર્પોરેશન દ્વારા વિશ્વ યોગદિનની ભવ્ય ઉજવણીઃ તડામાર તૈયારીઓઃ રેસકોર્ષ મેદાનમાં મંત્રી જયેશ રાદડીયાની ખાસ ઉપસ્થિતીઃ ભાગ લેનાર તમામને સર્ટીફીકેટઃ શહેરીજનોને આ કાર્યક્રમમાં જોડાવા પદાધિકારીઓનો અનુરોધઃ મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે સફાઇ કામદાર, ટેકસી-રીક્ષા એસો.ના સભ્યો, દિવ્યાંગો, આંગણવાડીના બહેનો, સ્ટ્રીટ વિન્ડર વગેરે યોગમાં જોડાશે

રાજકોટ તા. ર૦ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા ર૧ જુન વિશ્વ યોગ દિનની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. જેના અનુસંધાને આવતીકાલે શહેરના વિવિધ પાંચ સ્થળોએ વિશ્વ યોગ દિનની ઉજવણી થશે. તેમજ ૮૦૦ થી વધુ બહેનો અને બાળાઓ દ્વારા પાણીમાં યોગ કાર્યક્રમ યોજાશે. રેસકોર્સ મેદાન ખાતે મંત્રી જયેશ રાદડીયા ખાસ ઉપસ્થિત રહેશે. તેમ મેયર, સ્ટે. ચેરમેન તથા આરોગ્ય સમિતિ ચેરમેનએ જણાવ્યું હતું.

રેસકોર્ષ

રેસકોર્ષ મેદાન ખાતે રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કાર્યક્રમના ઇન્ચાર્જ જયમીનભાઇ ઠાકર, ઉપપ્રમુખ મોહનભાઈ વાડોલીયા, કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ તેમજ લાગુ વોર્ડ નં.૦૨, ૦૩,૦૭ના કોર્પોરેટરશ્રીઓ, શહેર સંગઠનના હોદેદારો, લત્ત્।ાવાસીઓ, તેમજ જુદી જુદી સંસ્થાઓના સભ્યો વિગેરે ઉપસ્થિત રહેશે.

નાના મવા

નાનામવા ચોકડી સામેના મેદાન ખાતે ધારાસભ્ય  લાખાભાઈ સાગઠીયા, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, કાર્યક્રમના ઇન્ચાર્જ રાજુભાઈ અઘેરા તેમજ લાગુ વોર્ડ નં. ૦૮, ૧૧,૧૨,૧૩ના કોર્પોરેટરશ્રીઓ, શહેર સંગઠનના હોદેદારશ્રીઓ, તેમજ લત્ત્।ાવાસીઓ વિગેરે ઉપસ્થિત રહેશે.

રાજપેલેસ સામેના મેદાન ખાતે

રાજપેલેસ સામેના મેદાન ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પૂજારા, કાર્યક્રમના ઇન્ચાર્જ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ તેમજ લાગુ વોર્ડ નં. ૦૧,૦૯,૧૦ના કોર્પોરેટરશ્રીઓ, શહેર સંગઠનના હોદેદારશ્રીઓ, તેમજ લત્ત્।ાવાસીઓ  વિગેરે ઉપસ્થિત રહેશે.

કુવાડવા રોડ  રણછોડદાસજી આશ્રમ સામેના મેદાનમાં

રણછોડદાસજી આશ્રમ સામેના મેદાન ખાતે સાંસદ  મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કાર્યક્રમના ઇન્ચાર્જ મુકેશભાઈ રાદડિયા, તેમજ લાગુ વોર્ડ નં. ૦૪,૦૫,૦૬,૧૫ના કોર્પોરેટરશ્રીઓ, શહેર સંગઠનના હોદેદારશ્રીઓ, તેમજ લત્ત્।ાવાસીઓ ઉપસ્થિત રહેશે.

પારડી રોડના મેદાનમાં

પારડી રોડ પર આવેલ મેદાન ખાતે ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, કાર્યક્રમ ઇન્ચાર્જ વર્ષાબેન રાણપરા તેમજ લાગુ વોર્ડ નં.૧૪,૧૬,૧૭,૧૮ કોર્પોરેટરશ્રીઓ, શહેર સંગઠનના હોદેદારશ્રીઓ, તેમજ લત્ત્।ાવાસીઓ  ઉપસ્થિત રહેશે.

મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે

પૂ.મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે સફાઈ કામદાર, ટેકસી/રીક્ષા એસોસીએશનના સભ્યો, આંગણવાડીના બહેનો, દિવ્યાંગો, સ્ટ્રીટ વિન્ડર, વિગેરે માટે યોગ કાર્યક્રમ યોજાશે. ગાંધી મ્યુઝીયમ ખાતે પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, કાર્યક્રમના ઇન્ચાર્જ શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.

ભારતીય સંસ્કૃતિમાં યોગ એક અભિન્ન અંગ છે. યોગથી શરીરમાં ખુબ જ ઉર્જાનો સંચય થાય છે. તેમજ શરીરની તંદુરસ્તી માટે યોગ ખુબ જ જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૧ જુનના રોજ યોજાનાર યોગ કાર્યક્રમમાં જોડાવવા માટે મેયર, બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડ તથા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન  ઠાકરે શહેરીજનોને અપીલ કરેલ છે.

(3:57 pm IST)