Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

યોગ એ શરીર અને આત્માના જોડાણનું પ્રતિક છે

યોગમાં જોડાવવા શહેરીજનોને અપિલ કરતા : ધનસુખ ભંડેરી-નીતિન ભારદ્વાજ

રાજકોટઃ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે આવતીકાલે તા.૨૧ જૂન 'વિશ્વ યોગ દિવસ' છે ત્યારે યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને વૈધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વ ને યોગની ભેટ આપનાર બીજી કોઈ નહી પણ આપણો ભારત દેશ છે. યોગ એ શરીર અને આત્માના જોડાણનું પ્રતિક છે. યોગને આધ્યાત્મિક શિસ્ત છે, યોગ એ સદીઓથી ભારતીય સંસ્કૃતીનો એક ભાગ છે .

 યોગ એ મન અને શરીરની એકતા , વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા, માણસ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા, આરોગ્ય અને સુખકારી, માટે સાકલ્યવાદી અભિગમ છે, ત્યારે યોગ એ ફકત કસરત ન રહેતા આપણા અંતઃ કરણથી વિશ્વ અને પ્રકૃતિ સાથે એકરૂપતા કેળવવાનું માધ્યમ છે.ત્યારે ભારતના  નરેન્દ્રભાઈ મોદી સંયુકત રાષ્ટ્ર ના અધિવેશનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 'યોગદીન' ની ઉજવણી નો પ્રસ્તાવ મૂકયો અને આંતરરાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના  પ્રસ્તાવને બહોળો પ્રતિસાદ સાંપડ્યો. આમ આ આવકારમાં જ યોગવિદ્યાનું મહાત્મ્ય ઉજાગર થયું છે,   આવતીકાલે તા.૨૧ જૂનના રોજ 'વિશ્વ યોગ દિવસ' નિમિતે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી તેમજ પ્રદેશ ભાજપ સંગ્રહણી નીતિનભાઇ ભારદ્વાજે સમગ્ર શહેરીજનોને આ કાર્યક્રમ માં સ્વયંભૂ ઉમટી પડી શારીરિક, માનસિક અને બૌદ્ઘિક સ્વાસ્થય માટે યોગને રોજિંદા જીવનમાં અપનાવવા માટે અપીલ કરી હતી.

(3:57 pm IST)