Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

રવિવારે ન્યુ રાજકોટના પાંચ વોર્ડમાં અડર્ધા વિસ્તારોમાં પાણી કાપ

ન્યારી પાણીના ટાંકાની જુની જર્જરીત પાઇપ લાઇન બદલાવી નવી પાઇપ લાઇનના જોડાણ માટે પાણી વિતરણ બંધ રખાશેઃ વિજય પ્લોટ, મનહર પ્લોટ, સદર, રઘુનંદન સોસાયટી, બહુમાળી, રેસકોર્સ પાર્ક, પંચવટી પાર્ક, એસ્ટ્રોન સોસાયટી, નર્મદા પાર્ક, સોજીત્રાનગર, અંબિકા ટાઉનશીપ, જીવરાજપાર્ક, સહીતના વિસ્તારોમાં રવિવારે પાણી નહી મળે

રાજકોટ તા. ર૦ : મ્યુ.કોર્પોરેશન દ્વારા આગામી રવિવો શહેરના ન્યુ રાજકોટમાં આવેલા પાંચ-પાંચ વોર્ડના અડર્ધા વિસ્તારરોમાં  ઓચિંતો પાણી કાપ જાહેર કર્યો છ.ે

આ અંગે વોટર વર્કસ વિભાની સતાવાર યાદીમાં જણાવાયું છે કે ન્યારી ઇ.એસ.આર.ની મેઇન સપ્લાય પાઇપ લાઇન ઘણી જુની હોય અવાર નવાર લીકેજ થતી હોય જે બદલાવી નથી ૭૧૧ એમ.એમ.ડાયા એમ.એસ. પાઇપ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી અંતર્ગત ન્યારી ઇ.એસ.આર.ના આઉટલેટ ાસથે આ નવી પાઇપ લાઇનનું જોડાણ કરવાનું થતુંહોય તા. ર૩ના રવિવારના રોજ ન્યારી ઇ.એસ.આર. હેઠળ પાણી વિતરણ કરવામાં આવતા વોર્ડ નં. ર (પાર્ટ), ૭ (પાર્ટ), ૮ (પાર્ટ), ૧૦ (પાર્ટ), ૧૧ (પાર્ટ) ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવી.

(3:56 pm IST)