Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

રાજકોટ એઇમ્સઃ રાા એકર જમીન સંપાદન માટે ટૂંકમાં જાહેરનામુઃ ખાનગી જમીન માલીકની ૮૦ લાખની માગણી

સરકાર જંત્રી પ્રમાણે પર લાખ આપવા તૈયારઃ આ પ્રક્રિયા બાદ ર૦૦ એકર જમીનની માપણી

રાજકોટ તા. ર૦ :.. કેન્દ્ર સરકારે રાજકોટને ખંઢેરી નજીક એઇમ્સની ભેટ આપી છે, ગઇકાલે રાા એકર જમીન સંપાદન અંગે ગાંધીનગર મીટીંગ હતી, તેમાં સીટી પ્રાંત-ર, અને ડે.કલેકટર શ્રી જેગોડા દોડી ગયા હતા, અને હવે આગામી દિવસોમાં જમીન સંપાદન અંગે જાહેરનામું રાજય સરકાર પ્રસિધ્ધ કરી રહ્યાનું સુત્રો ઉમેરી રહ્યા છે.

એઇમ્સ કુલ ર૦૦ એકર સરકારી જમીન ઉપર બનશે, તે અંગે ટૂંકમાં માપણી શરૂ થશે, અને બાદમાં આ જમીનની સોંપણી કરાશે.

એઇમ્સમાં ખંઢેરી સર્વે નં. ૬૭ ની અઢી એકર ખાનગી જમીન પણ આવે છે, જે મધુબેન રાયધનભાઇ ડાંગરની છે, તેમણે સંપાદન સામે ૮૦ લાખનું વળતર માંગ્યું છે, સરકારે જંત્રી પ્રમાણે પર લાખ થતા હોવાનું જણાવી દિધુ છે.

પરીણામે વાત અટકી છે, પરંતુ કલેકટર તંત્ર પાર્ટીને બોલાવી વાન કન્વીસ કરાવશે, અને સંમતિ લીધા બાદ રકમ અંગે કાર્યવાહી થશે.

(3:55 pm IST)