Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

સોમવારે પૂ.શિવકૃપાનંદજી રાજકોટમાં: મીડીયા માટે શિબિર

આત્મીય કોલેજમાં સવારે ૬.૩૦ વાગ્યે સમર્પણ ધ્યાન-યોગ શિબિરનું આયોજનઃ પ્રિન્ટ-ઇલે. મીડીયાના કર્મચારીઓ સ-પરિવાર ભાગ લઇ શકશે

અકિલાની મુલાકાતે આવેલા સમર્પણ ધ્યાન પરિવારના આચાર્ય તૃપ્તિબેન સાથે દીપાબેન સાવલાણી, ભાવનાબેન દોશી, સુરેશભાઇ પારેખ, દેવેન્દ્રભાઇ જાની, જવલંતભાઇ છાયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ર૦: સમર્પણ ધ્યાન-યોગના પ્રણેતા પૂ. શિવકૃપાનંદ સ્વામીજી તા.ર૪ ના સોમવારે રાજકોટ પધારી રહયા છે. તેઓશ્રીના દિવ્ય સાનિધ્યમાં મીડીયા જગત માટે ધ્યાન-યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છ.

સમર્પણ ધ્યાન સંસ્થાના અગ્રણીઓ આજે અકિલાની મુલાકાતે આવ્યા હતા.

શ્રી સમર્પણ ધ્યાન યોગ પરીવાર દ્વારા હિમાલયના પરમસિધ્ધ યોગી શ્રી શિવકૃપાનન્દ સ્વામીજીની દિવ્ય ઉપસ્થિતીમાં તેમની પ્રેરણા અને આશીર્વાદથી ખાસ મીડીયા સાથે સંકળાયેલા તમામ લોકો માટે વિશેષ સમર્પણ ધ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

હરીફાઇના યુગમાં મીડીયા સાથે જોડાયેલા લોકો તણાવભરી જીંદગી જીવતા હોય છે. અનેક ઘટનાની વચ્ચે ર૪ વચ્ચે ર૪ કલાક રીપોટીંગ કરી રહેલા પત્રકારો અને મીડીયા સાથે જોડાયેલા અન્ય કર્મીઓ હંમેશા પોતાના વર્તમાન પત્ર અને ચેનલોને અગ્રેસર રાખવા દિવસ-રાત એક કરતા હોય છે.

પરીણામે જીવનમાં સ્ટ્રેસ અનુભવતા હોય છે. આ બધા કામ વચ્ચે ફકત અડધી કલાકનું ધ્યાન આશ્ચર્યજનક બદલાવ લાવે છે. જીવનમાં નવી તાજગી લાવે છે. સામાજીક, ભૌતીક, આધ્યાત્મીક ક્ષેત્રે પણ ઉન્નતી પ્રાપ્ત થાય છે. એટલે જ પૂ. શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાનિધ્યમાં રાજકોટમાં પ્રથમ વખત ખાસ મીડીયા જગત માટે સમર્પણ ધ્યાન શિબિરનું આયોજન તારીખ ર૪ જુનના રોજ કરવામાં આવ્યું છે.

આ અંગે વધુ વિગત આપતા શ્રી શિવકૃપાનંદ સ્વામી આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી જીજ્ઞાબેન ગોહીલે જણાવ્યું હતું કે દેશ વિદેશમાં અનેક લોકોએ આ સરળ ધ્યાન પધ્ધતી અપનાવી દરેક ક્ષેત્રે વિકાસ સાધ્યો છે. ત્યારે મીડીયાના લોકો માટે યોજાનાર આ શિબિરમાં ફકત રાજકોટ જ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના અખબાર જગતના પત્રકારો, ફોટોગ્રાફરો, તેમજ વિવિધ ન્યુઝ ચેનલોના પ્રતિનિધિઓ, કેમેરામેન, ટીવી એન્કર, મેગેઝીન સાથે જોડાયેલા પત્રકારો, આકાશવાણી રાજકોટ તેમજ પ્રાઇવેટ એફએમ રેડીયો દુરદર્શન કેન્દ્ર, તેનલો, કોલમીસ્ટ, કવિઓ, લેખકો, અને તેમના પરીવારના સભ્યો આ શિબિરમાં જોડાઇ શકશે.

તાજેતરમાં પૂ. સ્વામીજીને નેપાળ સરકાર દ્વારા ગુડવીલ એમ્બેસેડર પણ ઘોષીત કરવામાં આવ્યા હતા અને નેપાળના વડાપ્રધાન પી.કે.શર્મા ઓલીએ તેમનું વિશેષ સન્માન પણ કર્યુ હતું. આ ઉપરાંત પૂ. શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની શિબીર જર્મન સાંસદ માટે જર્મનીમાં પણ થઇ ચુકી છે અને બે વર્ષ પહેલા ભારતના સાંસદો માટે દિલ્હીમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં કોઇ યોગ કે પ્રાણાયામ નથી પણ સમર્પણ ધ્યાન પધ્ધતી એક એવો માર્ગ છે કે જયાં ધર્મ, ભાષા, દેશનાના બંધન વગર વૈશ્વીક ચેતનાની સાક્ષાત અનુભુતી પ્રાપ્ત થાય છે અને વિશ્વના અનેક લોકોએ આ પધ્ધતી અપનાવી છે. રાજકોટ ખાતે મીડીયા કર્મીઓ માટે યોજાનારી આ શિબિરમાં પૂ.શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા ધ્યાનની સરળ પધ્ધતી વડે દિવ્ય અનુભુતી અને ધ્યાનનું મહત્વ જાણી શકાશે. આ શિબિર અનેકના જીવનમાં ટર્નીગ પોઇન્ટ સાબીત થઇ છે. જીવનના અનેક પ્રશ્નોના ઉકેલ મળ્યા છે તેમજ આત્મજાગૃતી દ્વારા આધ્યાત્મીક યાત્રાનો પણ પ્રારંભ થયો છે. ભારતમાં અને વિદેશોમાં તેમની અનેક વિડીયો શિબિરો યોજાય છે.

આ શિબિર તેમની ઉપસ્થિતિમાં યોજાઇ રહી છે ત્યારે આ સોનેરી અવસરનો લાભ લઇ જીવનને એક અલગ ઉંચાઇ આપવાની અમુલ્ય તક મળી રહી છે તે માટે સર્વે મીડીયા કર્મીઓને હ્ય્દયપુર્વક આમંત્રણ આપવામાં આવે છે. માહીતી માટે ૯૮ર૪૮ ૯૦૯૧૭ અને ૯૪ર૬પ ૩૩૪૪૬ નંબર પર સંપર્ક કરી શકાશે.

સદગુરૂ પાસેથી પ્રાપ્ત થયેલી ઉર્જા સમાજ તરફ વહાવી

શિવકૃપાનંદજીઃ ગમતાનો કર્યો ગુલાલ

રાજકોટ, તા., ૨૦: પરમ પૂજય શિવકૃપાનંદ સ્વામીએ ભગીરથ છે જેઓ સમર્પણ ધ્યાનરૂપી ભાગીરથી (ગંગા), હિમાલયની કંદરાઓમાંથી સમાજ સુધી લાવ્યા. સમર્પણ ધ્યાનનું જ્ઞાન હિમાલયમાં ધ્યાન કરી રહેલા મુનીઓ, તપસ્વીઓ તથા કૈવલ્ય-કુંભક યોગીઓને જ હતું. સ્વામીજી તેમના સુધી કેવી રીતે પહોંચ્યા એ જાણવા માટે આવો સ્વામીજીને તેમના બાળપણથી જાણીએ.

સ્વામીજીનો જન્મ એક નિમ્ન મધ્યમવર્ગીય મહારાષ્ટ્રીય બ્રાહ્મણ પરીવારમાં થયો હતો.માતા ધાર્મિક વિચારોવાળા, સૌમ્ય, શાંત તથા મિતભાષી મહિલા હતા. સ્વામીજીને તેમના નાના નાની અને મા પાસેથી ધાર્મિક સંસ્કાર પ્રાપ્ત થયા હતા. જો કે એ બધાથી સ્વામીજીની શોધ જુદી હતી. તેઓ ઇશ્વરને મળવા માંગતા હતા તેમની અનુભુતી કરવા માંગતા હતા.

જપ-જાપ કરતા કરતાં જયારે પણ તેમને ધ્યાન લાગી જતું. ધ્યાનમાં તેમને ત્રણ આકૃતિ નજરે આવતી. (૧) પશુપતિનાથ મંદિર (નેપાળ) (ર) એક તપસ્વી જેઓ છ ફુટ લાંબા હતા તથા જેમની નીલી આંખો, ગૌર વર્ણ અને લાંબી શ્વેત દાઢી હતી.  (૩) એ ટેકરીવાળા સ્થાને મહાદેવનું મંદિર.

નોકરીના સીલસીલામાં તેઓ કાનપુર ગયા હતા. ત્યારે ત્યાં કોઇ કારણોસર બેંકની હડતાલ હતી. તે હજુ કેટલાક દિવસો ચાલશે એવુ લાગ્યું માટે સ્વામીએ વિચાર્યુ કે શા માટે પશુપતિનાથના દર્શન ન કરી આવવા? તેઓ નેપાળ ગયા, પશુપતિનાથના દર્શન કર્યા. ત્યાં જ એક સજ્જન જે દુર-દુરના શિબુ ગામેથી આવ્યા હતા. તેમણે સ્વામીજીને કહયું શિવબાબા આપની રાહ જોઇ રહયા છે. ચાલો,  સ્વામીજી શિવબાબાને મળ્યા તો જાણ્યું. તેઓ તે જ તપસ્વી મુની હતા જેમના દર્શન એમને ધ્યાનમાં ઘણી વાર થતા હતા. શિવબાબાએ પોતાની બધી આધ્યાત્મીક શકિતઓ સ્વામીજીમાં સંક્રમીત કરી તથા આધ્યાત્મીક પ્રગતીનો માર્ગ પ્રાપ્ત કર્યો. સ્વામીજી નેપાળથી પરત ફર્યા, તેમની નોકરી યથાવત ચાલી રહી હતી. શીઘ્ર તેમનાં લગ્ન થયાં તથા એક પુત્ર રત્નની પ્રાપ્તી થઇ. પુત્ર જયારે દોઢ વર્ષનો થયો ત્યારે બીજા એક ગુરૂ તેમના ઘરે આવ્યા અને પત્નીની સહમતીથી સ્વામીજીને હિમાલય લઇ ગયા. ત્યાં અનેક મુનીઓ, તપસ્વીઓ, કેવલ્ય-કુંભક યોગીઓને ગુરૂના રૂપમાં માનીને સ્વામીજીએ તેમની સેવા કરી. ગુરૂ સેવા કરતા-કરતા તેમને જ્ઞાન માટે મોક્ષનો માર્ગ પ્રાપ્ત કરતી હતી. તે ધ્યાન પધ્ધતી ધર્મ, જાતી, ભાષા તથા લિંગથી પર છે અર્થાત કવિશ્વના તમામ પરમાત્માઓ આ ધ્યાન પધ્ધતીથી ધ્યાન કરી શકે છે.

ગુરૂઆજ્ઞાથી સ્વામીજી તે ધ્યાનપધ્ધતીને સમાજમાં લાવ્યા. ગુરૂઓ પ્રત્યે સમર્પણ ભાવને કારણે જ ગુરૂદેવ આ ધ્યાન પધ્ધતીને કારણે જ ગુરૂદેવ આ ધ્યાનપધ્ધતીને જાણી શકયા તેથી તેનું નામ રાખવામાં આવ્યું સમર્પણ ધ્યાન. વિદ્વાનો પ્રત્યેક માનવ આત્માના પુર્ણ સમર્પણ દ્વારા આ ધ્યાનના જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે.

સ્વામીજીના જીવનનો ઉદ્દેશ વિશ્વના તમામ આત્માઓનો આધ્યાત્મીક વિકાસ અને તેમને જીવતા જ મોક્ષની સ્થિતિ પ્રદાન કરવાનો છે.

સદગુરૂ શ્રી   શિવકૃપાનંદ સ્વામીજી પોતાની ૪૦ વર્ષની કઠોર સાધના અને અથાક પરીશ્રમથી વર્ષ ૧૯૯૪ થી આ અમુલ્ય જ્ઞાનને સમગ્ર વિશ્વમાં નિઃશુલ્ક વહેંચી રહયા છે. પૂ. સ્વામીજી સ્વયં ચૈતન્ય સાગર છે. પરંતુ સ્વયંને ગુરૂ ઉર્જાના માધ્યમ માત્ર માને છે. તેમની આ સૌમ્યતા-સાદગીને શત શત નમન.

(3:52 pm IST)