Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

આધારકાર્ડમાં ઓરીજીનલ ડોકયુમેન્ટ સ્કેન કરવાને બદલે ઝેરોક્ષ લઇ લેતા રાજકોટ જીલ્લાના પાંચ આધારકાર્ડ ઓપરેટર બ્લેકલીસ્ટ

બોમ્બે યુએઆઇડીએ ગત સાંજે કલેકટર ઉપર તાકીદનો મેસેજ ઉતાર્યો : ૮પ૦થી માંડી ૧૦ હજારનો દંડ : ૧ સામે ફોજદારી થશે

રાજકોટ, તા. ર૦ : દેશભરમાં આધારકાર્ડ કઢાવવા સમયે હવે ઝેરોક્ષ લેવાતી નથી, માત્ર ઓરીજીનલ ડોકયુમેન્ટ (ફોર્મ સહિત) સ્કેન કરી જાતે અરજદારને પરત આપી દેવાના હોય છે, પરંતુ રાજકોટ જીલ્લાના ગોંડલ, જસદણ, જેતપુર, ઉપલેટાના પ જેટલા આધારકાર્ડ ઓપરેટરોએ જેરોક્ષ લઇ લેતા આ ગંભીર પ્રકારની ગેરરીતિ હોય, વેસ્ટ ઝોન આધારકાર્ડની વડી કચેરી મુંબઇ યુઆઇડીએ ઉપરોકત તમામ પાંચેય આધારકાર્ડ ઓપરેટરોને ૧ વર્ષ માટે બ્લેકલીસ્ટ કરી દેતા સનસનાટી મચી જવા પામી છે.

મુંબઇ કચેરીએ ગઇકાલે સાંજે જ આ તાકિદનો મેસેજ કલેકટર તંત્ર ઉતાર્યો છે, જેમને બ્લેકલીસ્ટ કરાયા તેમાં ગોંડલના સુધીર મકવાણા ૧ વર્ષ અને ૧૦ હજારનો દંડ, જસદણના ચૌહાણ રવિ ધીરૂભાઇ -૮પ૦ દંડ, વિંછીયાના ગારનેમા પરેશ રાવતભાઇ -૧૧૭પ દંડ, જેતપુરના ડેર જયદીપને ૧ હજાર દંડ અને ઉપલેટાના કુંચેચા હરીલાલ કેશવભાઇને ૧ વર્ષ માટે બ્લેકલીસ્ટ કરી ૧ હજારનો દંડ ફટકારાયો છે.

આમાં સુધીર મકવાણા સામે લીગલ એકશન લેવા પણ રીપોર્ટ કરાયો હોય, કલેકટર તંત્ર હવે કાર્યવાહી કરશે.

ઉપરોકત તમામ પાંચેય ઓપરેટરોએ ઓરીજીનલ વસ્તુ લેવાની ના હોવા છતાં, ઝેરોક્ષ લઇ લીધાનું બહાર આવ્યું હતું.

(3:46 pm IST)