Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

કલેકટર-એડી. કલેકટર-મ્યુ. કમીશ્નર-પોલીસ કમીશ્નર રેસકોર્સ ખાતે યોગ કરશે

કાલે વિશ્વ યોગ દિનઃ રાજકોટ શહેર-જીલ્લામાં ૬II લાખ લોકો યોગ કરશેઃ તમામ તાલુકા આવરી લેવાયા

આ વખતે યાત્રાધામો ઉપર ખાસ યોગ થશેઃ દિવ્યાંગો માટે અલગ વ્યવસ્થા કરાઇ જીઇબી-એસટી-બીએસએનએલ સહિત તમામ કચેરી ખાતે પણ યોગનું નિર્દેશન પાણી પી ભુખ્યા પેટે અને ખૂલતા કપડા પહેરીને આવવા ખાતસ સુચના

રાજકોટ તા. ર૦ :.. કાલે રાજકોટ સહિત દેશભરમાં અને વિશ્વભરમાં અભુતપૂર્વ ઉત્સાહ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે.

રાજકોટ શહેર-જીલ્લામં અંદાજે ૬ાા લાખ લોકો એકી સાથે યોગ કરશે, રાજકોટમાં કોર્પોરેશન તંત્ર પાણીમાં એકવા બોગનો પ્રયોગ કરવા પણ જઇ રહ્યું છે.

રાજકોટમાં પ સ્થળે મોટા કાર્યક્રમો થશે, જેમાં રેસકોર્સ મેદાન, રણછોડદાસજી આશ્રમ સામેનું મેદાન, મવડી ચોકડી પાસે નાના-મવા ક્ષેત્ર આવરી લેવાય છે.

રેસકોર્સ ખાતે કાલે સવારે કલેકટર-એડી. કલેકટર-મ્યુ. કમીશ્નર-પોલીસ કમીશ્નર, અન્ય અધિકારીઓ, પદાધીકારીઓ ખાસ યોગમાં જોડાશે, આ માટે  તંત્ર તૈયારીઓ કરી રહ્યું છે.

રાજકોટ જીલ્લામાં તમામ તાલુકા પણ કલેકટર તંત્રે આવરી લીધા છે, દરેક ગામ, નગરપાલીકા વિસ્તારમાં વિદ્યાર્થીઓ - લોકો ખાસ યોગ કરશે.

સરકારે આ વખતે યાત્રાધામો ઉપર પહેલી વખત ફોકલ કર્યુ છે, જે સંદર્ભે ઘેલા સોમનાથ, જડેશ્વર, ઓસમ ડુંગર, પાટણવાવ, કબા ગાંધીનો ડેલો, આલ્ફ્રેડ હાઇસ્કેલ, સહિતના યાત્રાધામો ઉપર વિશેષ યોથ થશે, કલેકટર તંત્ર દ્વારા ૭૦૦ જેટલા દિવ્યાંગો માટે અલગથી વ્યવસ્થા કરાઇ છે.

આ ઉપરાંત જીઇબી, એસ. ટી., બીએસએનએલ ત્થા અન્ય સરકારી કચેરીનો સ્ટાફ પણ અલગથી યોગનું નિર્દેશન કરશે. તંત્ર દ્વારા લોકોને શેતરંજી કે પાથરવાનું સાથે લાવવા ભુખ્યા પટે, અને પ્રમાણસર પાણીપીને તથા ખુલ્લા કપડા પહરેવા અપીલ કરાઇ છે.

(11:46 am IST)