Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ઘંટેશ્વર ૨૫ વારીયામાં ભાવિન ચાવડાએ રિક્ષા સાઇડમાં લેવાનું કહેતાં ધોકાવાળી

રિક્ષા નં. ૩૨૨૭ના ચાલક અને બે અજાણ્યાને શોધતી પોલીસ

રાજકોટ તા.૨૦: ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટરમાં રહેતો ભાવિન બાબુભાઇ ચાવડા (ઉ.૨૯) રાત્રે પોતાનું ડ્રીમ યુગા બાઇક જીજે૩એચસી-૭૩૭૧ હંકારીને શેરીમાંથી નીકળ્યો ત્યારે કવાર્ટર નં. ૬૮૯ પાસે રિક્ષા નં. જીજે૩૬યુ-૩૨૨૭નો ચાલક રોડ વચ્ચે રિક્ષા લઇને ઉભો હોઇ ભાવિને તેને સાઇડમાં રિક્ષા લેવાનું કહેતાં તેણે ઉશ્કેરાઇ જઇ બેઝબોલના ધોકાથી હુમલો કરી માથા-શરીરે ઇજા કરી ભાગી ગયો હતો. એ પછી ફરીથી બીજા બે શખ્સોને રિક્ષામાં બેસાડી લાવી ગાળો દઇ ઝઘડો કર્યો હતો.

ભાવિન સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ગાંધીગ્રામના એએસઆઇ મેરામભાઇ ડાંગરે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:30 am IST)