Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

રાજકોટ : RTE મુદ્દે ધક્કા ખાઇને થાકેલા વાલીઓએ DEO કચેરીમાં કરી તોડફોડ

રાજકોટમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને સરકારના આદેશને કોઇ પણ શાળાઓ ગણકારતી જ નથી. સરકાર કે ડીઇઓને ગાંઠતી નથી. આરટીઇને લઇ વિવિધ શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં શાળાઓ મનમાની કરી રહી છે. ત્યારે આજે 50થી વધુ વાલીઓ ડીઇઓ કચેરીએ પહોચ્યા હતા ત્યાંથી તેમને ઉદ્ધત જવાબો મળતા રોષે ભરાયા હતા અને ડીઇઓ કચેરીના બોર્ડ સહિતની ચીજવસ્તુઓમાં તોડફોડ કરી હતી.

(8:42 pm IST)